18 અંક ના રહસ્ય થી જોડાયેલ હતું મહાભારત નું યુદ્ધ, યુદ્ધ ના દરમિયાન આ અંક નું હતું વિશેષ મહત્વ

મહાભારત યુદ્ધ ભારત માં લડેલ સૌથી મોટા યુદ્ધો માંથી એક છે. આ યુદ્ધ કૌરવો અને પાંડવો ના વચ્ચે લડવામાં આવ્યું હતું અને આ યુદ્ધ માં પાંડવો ની જીત થઇ હતી. જ્યારે આ યુદ્ધ શરુ થયું હતું તે સમયે કૌરવો નું પલડું ભારે લાગી રહ્યું હતું. કારણકે કૌરવો ના પાસે વિશાળ સેના હતી અને દિગ્ગજ યોદ્ધા હતા. ત્યાં બીજી તરફ પાંડવો ની 7 અક્ષોહીની સેના હતી અને શ્રીકૃષ્ણજી તેમના સાથે હતા. હા જ્યારે આ યુદ્ધ થયું તો પાંડવો એ સરળતાથી કૌરવો ને હરાવી દીધા.

રહસ્યો થી ભરેલ છે મહાભારત યુદ્ધ

મહાભારત ના સાથે ઘણા બધા રહસ્ય પન્ન જોડાયેલ છે અને તે રહસ્યો માંથી એક રહસ્ય અંક 18 નો છે. આ યુદ્ધ માં અંક 8 અને 18 નું બહુ જ મહત્વ રહ્યું છે અને આ બન્ને અંકો નું રહસ્ય આજે પણ બરકરાર છે.

કૃષ્ણ ને 8 અંક નું રહસ્ય

1. ભગવાન કૃષ્ણ જી ના સાથે 8 અંક ઘણી રીતે જોડાયેલ છે. ભગવાન કૃષ્ણ નો જન્મ વિષ્ણુ જી ના આઠમાં અવતાર ના રૂપ માં થયો છે અને અઠ્ઠાઈસ માં દ્વાપર માં થયો હતો.

2. શ્રીકૃષ્ણ દેવકી નું આઠમું સંતાન હતા અને તેમનો જન્મ કૃષ્ણ પક્ષ ની રાત્રે સાત મુહુર્ત નીકળ્યા પછી એટલે આઠમાં મુહુર્ત માં થયો છે. તેમનો જન્મ કૃષ્ણ પક્ષ ની અષ્ટમી ના દિવસે 3112 ઇસ પૂર્વ થયો હતો.

3. શ્રીકૃષ્ણ એ પોતાના જીવન માં કુલ આઠ લગ્ન કર્યા હતા અને તેમની પત્નીઓ ની સંખ્યા આઠ હતી. એટલું જ નહિ ઈતિહાસ ના મુજબ શ્રીકૃષ્ણજી ની સખીઓ ની સંખ્યા પણ આઠ હતી અને તેમના સખા પણ આઠ હતા. એટલે આઠ અંક થી ભગવાન કૃષ્ણજી નો ગહેરો સંબંધ હતો.

મહાભારત અને 18 અંક નું રહસ્ય

1. મહાભારત થી 18 અંક વિશેષ મહત્વ રાખે છે. કારણકે મહાભારત ના દરમિયાન ઘટેલ ઘટનાઓ માં આ અંક જરૂર આવે છે. મહાભારત ના દરમિયાન ભગવાન કૃષ્ણજી એ અર્જુન ને ગીતા નું જ્ઞાન આપ્યું હતું. જે 18 દિવસો સુધી ચાલ્યું હતું.

2. ગીતા ના પુસ્તક માં અધ્યાયો ની કુલ સંખ્યા 18 જ છે.

3. મહાભારત નું યુદ્ધ 22 નવેમ્બર 3067 ઇસા પૂર્વ એ થયું હતું અને આ યુદ્ધ કુલ 18 દિવસો સુધી ચાલ્યું હતું.

4. આ યુદ્ધ માં કૌરવો અને પાંડવો ની સેના માં કુલ 18 અક્ષોહીની સેના હતી. જેમાંથી કૌરવો ની 11V અને પાંડવો ની 7 અક્ષોહીની સેના હતી.

5. આ યુદ્ધ ના પ્રમુખ સુત્રધાર પણ 18 હતા.

6. મહાભારત નું યુદ્ધ પૂરું થયા પછી આ યુદ્ધ માં કુલ 18 યોદ્ધા જ જીવિત બચ્યા હતા.

7. મહાભારત ને ઋષિ વેદવ્યાસ એ લખ્યું છે અને તેમને કુલ 18 પુરાણ રચ્યા છે.

મહાભારત યુદ્ધ થી જોડાયેલ અન્ય જાણકારી

એવું માનવામાં આવે છે કે જ્યારે આ યુદ્ધ શરુ થયું હતું તો તે સમયે ભગવાન કૃષ્ણ 55-56 વર્ષ ના હતા.

આર્યભટ્ટ ના મુજબ આ યુદ્ધ 3137 ઈસા પૂર્વ માં થયું.

કળયુગ નો આરંભ કૃષ્ણ ના નિધન ના 35 વર્ષ પછી થયો.

મહાભારત યુદ્ધ ને જીત્યા પછી પાંડવો નું શાસન તેમને પાછું મળી ગયું હતું. હા પછી થી પાંડવો એ પોતાનો શાસન ત્યાગી દીધો હતો અને આ બધા સ્વર્ગ ની યાત્રા પર નીકળી ગયા હતા. પરંતુ સ્વર્ગ સુધી ફક્ત યુધીષ્ઠીર જ પહોંચી શક્યા હતા.

ભગવાન કૃષ્ણજી ની નીતિઓ ના કારણે જ પાંડવ આ યુદ્ધ જીતી શક્યા હતા.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: