25 જાન્યુઆરી થી ગુપ્ત નવરાત્રી નો પ્રારંભ, કરો આ ઉપાય, માં દુર્ગા ખુશીઓ થી ભરી દેશે ઝોળી

જો આપણે ધાર્મિક ગ્રંથો ના મુજબ દેખીએ તો તેમાં ચાર નવરાત્રીનો ઉલ્લેખ છે, શારદીય અને ચૈત્ર નવરાત્રી ઉપરાંત બે નવરાત્રી હોય છે, પ્રથમ ગુપ્ત નવરાત્રી માઘ મહિનાના શુક્લ પક્ષમાં આવે છે અને બીજી અષાઢ મહિના ના શુક્લ પક્ષમાં ગુપ્ત નવરાત્રી આયોજિત થાય છે, આ વર્ષે 25 જાન્યુઆરી 2020 થી ગુપ્ત નવરાત્રીની શરૂઆત થઈ ચુકી છે, ગુપ્ત નવરાત્રીમાં માતા દુર્ગાના ગુપ્ત સ્વરૂપની પૂજા થાય છે. આ કારણે તેને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, જે લોકો તંત્ર સાધના કરે છે તેમના માટે આ નવરાત્રી બહુ મહત્વપૂર્ણ હોય છે, માં દુર્ગા ના વિભિન્ન રૂપો ની સાથે જ ગુપ્ત નવરાત્રી માં 10 મહાવિદ્યાઓ ની પૂજા થાય છે.

ભાગવત પુરાણ મુજબ માતા દુર્ગાની ગુપ્ત નવરાત્રીની પૂજા કરવામાં આવે તો તેનાથી પોતાની બધી પરેશાનીઓ થી છુટકારો મળે છે અને માતા દુર્ગા વ્યક્તિની ઘણી મનોકામનાઓ પૂરી કરે છે, આજે અમે તમને ગુપ્ત નવરાત્રીના કેટલાક ઉપાયો વિશે જાણકારી આપવાના છીએ. , જો તમે આ ઉપાય આ દિવસોમાં કરો છો તો તેનાથી માતા દુર્ગા નો વિશેષ આશીર્વાદ મળશે અને તમારી અધુરી મનોકામનાઓ માં દુર્ગા જી પૂરી કરશે, તમારું જીવન ખુશીઓથી ભરપુર થશે.

આવો જાણીએ ગુપ્ત નવરાત્રી માં કયા કરો ઉપાય

જો તમે ગુપ્ત નવરાત્રીની પૂજા કરી રહ્યા છો, તો એવામાં તમે સવારે અને સાંજે દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ જરૂર કરો, તમે બંને સમયે પૂજા ના દરમિયાન લવિંગ અને બતાશે મા દુર્ગા ને ભોગ લગાવો અને તેમની પૂજા ના દરમિયાન તમે હંમેશા તેમને લાલ રંગ ના ફૂલ જ અર્પિત કરો, તમે માતા દુર્ગાની પૂજા કરતા સમયે “ऊं ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे” મંત્ર નો સવારે અને સાંજે 108 વખત જાપ કરો, પરંતુ તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે કે ગુપ્ત નવરાત્રીમાં પોતાની પૂજા ના વિશે કોઈ ને પણ ના જણાવો, જો તમે આ વાતો નું ધ્યાન રાખશો તો તમારી પૂજા સફળ થશે અને તમને લાભ મળશે.

જો તમે ધનલાભ મેળવવા માંગતા હોય, તો તેના માટે ગુપ્ત નવરાત્રીના દિવસોમાં કોઈ પણ દિવસે તમે પોતાના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી, ઉત્તર દિશા ની તરફ પોતાનું મોં કરીને પીળા આસન પર બેસી જાઓ અને પોતાના સામે તેલના 9 દીવા પ્રગટાવી દો, અને આ દીપક સાધના કાળ સુધી પ્રગટેલ રહેવો જોઈએ., તમે દીવા ની સામે લાલ ચોખાનો એક ઢગલો બનાવી લો, તમે ચોખાને લાલ રંગથી રંગી શકો છો, અને તેના પર શ્રીયંત્ર રાખીને કુમકુમ, ફૂલો, ધૂપ, દીપક થી પૂજા કરો, તેના પછી તમે એક પ્લેટ પર સ્વસ્તિક નું નિશાન બનાવીને પોતાના સામે રાખીને તેની પૂજા કરો, એટલું કર્યા પછી તમે શ્રી યંત્ર ને પોતાના પૂજા સ્થળ પર સ્થાપિત કરો અને બાકી બચેલ સામગ્રી ને તમે કોઈ નદી માં પ્રવાહિત કરી દો, જો તમે આ ઉપાય કરશો તો તેનાતી તમને જલ્દી ધન ની પ્રાપ્તિ થશે.

જો તમે ઈચ્છો છો કે તમારા ઘર પરિવારમાં કોઈ વસ્તુની કમી ન હોય અને બરકત બની રહે, તો તેના માટે ગુપ્ત નવરાત્રિના કોઈપણ દિવસે સવારે સ્નાન કર્યા પછી, સ્વચ્છ કપડાં ધારણ કરી લો અને પોતાના સામે મોતી શંખ ને રાખી લો અને તેના ઉપર કેસરથી સ્વસ્તિક ચિન્હ બનાવો, તેના પછી તમે “श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:” મંત્રનો જાપ કરો, તમે આ મંત્રનો જાપ કરવા માટે સ્ફટિક ની માળાનો ઉપયોગ કરો છો. જેમ જેમ તમે મંત્રનું ઉચ્ચારણ કરશો તેના સાથે જ એક-એક ચોખા આ શંખ પર નાંખો, તમારે આ વાત નું ધ્યાન રાખવું પડશે કે તમે પૂજા માં જે પણ ચખા લેશો તે તૂટેલ ના હોવા જોઈએ, તમે આ ઉપાય સતત નવ દિવસો સુધી કરો અને દરરોજ એક માળા જાપ કરતા રહો, તમે જે ચોખા પૂજા ના દરમિયાન અર્પિત કરશો તેને એક સફેદ રંગ ના કપડા ની થેલી માં રાખી લો અને 9 દિવસો પછી ચોખા ના સાથે શંખ ને પણ તે થેલી માં રાખીને પોતાની તિજોરી માં રાખી લો, આ ઉપાય થી ઘર પરિવાર ની બરકત વધે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: