આ અભિનેતાઓએ પટાવી બૉલીવુડની સૌથી અમીર છોકરીઓને અને બની ગયા સૌથી સમૃદ્ધ ઘરોના જમાઇ

આપણી ભારતીય સંસ્કૃતિમાં સંબંધો ખૂબ જ મહત્વના છે.બૉલીવુડમાં પણ સંબંધો બખુબી બતાવવામાં આવે છે.વાત કરીઅે જમાઇની तो, ભારતીય સંસ્કૃતિ માં જમાઇને ખુબ મહત્વનું સ્થાન આપવામાં આવ્યુ છે.જમાઇ ઘરે આવે છે તો તેની ખાતીરદારી કરાય છે. પ્રયત્ન કરાય છે કે જમાઇની ખાતીરદારીમાં કોઈ ઘટાડો ન રહી જાય.વાત કરીએ બૉલીવુડ ની તો,બૉલીવુડમાં કેટલાક આવા અભિનેતાઓ હાજર છે જે સૌથી વધુ સમૃદ્ધ ઘરોના જમાઇ બન્યા છે.આ બધા ઍક્ટર્સે પોતાની મનમરજીથી તેમના સાથીની પસંદગી કરી અને આજે સૌથી સમૃદ્ધ ઘરના જમાઇ બનીને બેઠા છે. એવું નથી કે આ સ્ટાર્સ પહેલાથી ઓછા ફેમસ હતા. અમે આજે પોસ્ટમાં જે સિતારાઓની વાત કરી રહ્યા છીએ તે ખૂબ પહેલાથી જ ફેમેસ છે અને વિશ્વભરના લોકો તેમને ઓળખે છે. તેઓ પાસે પૈસા ની કોઈ કમી નથી.પરંતુ આ ઘરોના જમાઇ બનીને તેમના જીવન પહેલાથી પણ વધુ સારા બન્યા છે.આ ઘરના લોકોથી તેમનુ નામ જોડાતા જ તેમની શાન-શૌકત પણ વધી છે. આજે આ પોસ્ટ માં અમે આવા જ કેટલાક અભિનેતાઓ વિશે વાત કરીશુ.તો ચાલો જાણીઅે આ અભીનેતા વિષે જે છે અમિર ઘરાના ના જમાઇ.

અક્ષયકુમાર અને ટ્વિંકલ ખન્ના

આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે બૉલીવુડના ખેલાડી અક્ષય કુમારનું.રાજેશ ખન્ના હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર મનાય છે અને અક્ષયકુમાર તેમના જમાઇ છે. જણાવીઅે કે અક્ષય ટ્વિંકલના લગ્ન 17 જાન્યુઆરી વર્ષ 2001 માં થયા હતા.આજે તેમને બૉલીવુડના સૌથી આઇડીયલ કપલ માનવામાં આવે છે.

ધનુષ અને એશ્વર્યા

સાઉથ ના સુપરસ્ટાર ધનુષ સાઉથ ના પહેલા સૌથી મોટા સુપરસ્ટાર રજનીકાંત ના દામાદ છે.ધનુષ ને ‘કોલાવેરી ડી’ ગીત પછી દુનિયાભરના લોકો ઓળખી રહ્યા હતા. ત્યારબાદ ફિલ્મ ‘રંજના’ થી તેમણે બોલીવુડ મા ડેબ્યુ કર્યું.તેઓના વર્ષ 2004 માં રજનીકાંતની દીકરી એશ્વરીયાથી લગ્ન થયાં હતાં.

શર્મન જોશી અને પ્રેરણા ચોપડા જોશી

શર્મન જોશી પોતાના જમાનાનાં માશહુર વિલેન પ્રેમ ચોપરાના જમાઇ છે.થ્રી ઇડિઅટ્સ અને ગૌલાલ માં કામ કર્યા પછી તેમનુ નામ સફળ અભિનેતાઓની યાદીમાં સુમેળ થાય છે.વર્ષ 2000 માં શર્મન જોશીઅે પ્રેરણા ચોપડા ની સાથે લગ્ન કર્યા હતા.

કૃણાલ કપુર અને નૈના કપુર

આ નામ કદાચ તમારા માટે શંકાસ્પદ હોઈ શકે છે. રંગ દે બસતી માં તેમના શ્રેષ્ઠ અભિનયથી કૃણાલે બધાનુ હૃદય જીતી ગયો છે.તમને જણાવીઅે કે લગ્ન પછી કૃણાલ એક મોટા ઘરના જમાઇ બન્યા છે. તેઓ મહાનાયક અમિતાભ બચ્ચન ના નાના ભાઇ અજીતાભ બચ્ચનની દીકરી નેના થી લગ્ન કર્યા છે. તે અજીતાભ બચ્ચન ના દામાદ છે.

અજય દેવગન અને કજોલ દેવગન

અજય દેવગનને લોકો અેક્શન હિરો ની જેમ ઓળખે છે.માત્ર ઍક્શન જ નહીં, તેમને કોમેડીમાં પણ મહારથ પ્રાપ્ત થઇ છે.જણાવીઅે કે અજય દેવગને વર્ષ 1999 માં કાજોલથી લગ્ન કરી લીધાં અને તેના જમાનાની જાણીતી અભિનેત્રી તનુજા ના દામાદ બન્યા. આજે બંનેની જોડી બોલીવુડ માં સુપરહિટ છે.

કૃણાલ ખેમુ અને સોહા અલી ખાન

કૃણાલ અને સોહા અલી ખાનના લગ્ન વર્ષ 2015 માં થયા હતા.સોહા અલી ખાન પટૌદી ખાનદાન ની બેટી છે,આવા મા સોહા સાથે લગ્ન કરીને કૃણાલ ને કઇ જેકપોટથી અોછુ નથી લાગ્યુ. અત્યારે બંનેની એક નાની અને સુંદર બેટી છે જેનુ નામ ઈનાયા છે.સોહા વારંવાર સોશિયલ મીડિયા પર તેની દીકરી સાથે ફોટાઆો પોસ્ટ કરતી રહેતી હોય છે.

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.