બોલીવુડ ની આ ખુબસુરત એક્ટ્રેસેસ એ નિભાવ્યો વિલન નો કિરદાર, બધાનો રોલ થયો હતો પોપુલર

ફિલ્મો માં હંમેશા કોઈ મેલ આર્ટીસ્ટ ને જ પોતાના વિલન નો કિરદાર નિભાવતા દેખ્યા હશે પરંતુ વિલન એક્ટ્રેસેસ પર વધારે ધ્યાન કોઈ નથી આપતું અને આ સૌથી મોટી સમસ્યા છે. એક ફિલ્મ માં જેટલી મહેનત એક્ટર કરે છે ક્યારેક-ક્યારેક તેટલી જ મહેનત એક્ટ્રેસ પણ કરે છે પરંતુ તેમના કામ ને તેટલું મહત્વ નહોતું આપવામાં આવતું. પરંતુ પાછળ ના થોડાક દશક થી એવું થઇ રહ્યું છે કે ફિલ્મો માં એક્ટ્રેસેસ ના વિલન વાળા કિરદાર ને પણ મહત્વ મળવા લાગ્યું છે. બોલીવુડ ની આ ખુબસુરત એક્ટ્રેસેસ એ નિભાવ્યો વિલન નો કિરદાર, તમને તેના વિષે જાણવું જોઈએ.

બોલીવુડ ની આ ખુબસુરત એક્ટ્રેસેસ એ નિભાવ્યો વિલન નો કિરદાર

જો તમે ફિલ્મો માં મેલ એક્ટર ના વિલન બનવાથી બોર થઇ ગયા છે તો તમારે બોલીવુડ ની આ ફિલ્મો ને દેખવી જોઈએ. આ ફિલ્મો માં તમારી ફેવરેટ ખુબસુરત એક્ટ્રેસેસ એ વિલન નો કિરદાર નિભાવ્યો છે.

કાજોલ

બોલીવુડ ની ચુલબુલી એક્ટ્રેસ કાજોલ ને તમે હંમેશા રોમેન્ટિક ફિલ્મો માં કામ કરતા દેખ્યા હશે. પરંતુ ફિલ્મ ગુપ્ત માં કાજોલ એ વિલન નો કિરદાર નિભાવ્યો હતો અને તેના માટે તેમને તે વર્ષે નેગેટીવ એક્ટ્રેસેસ નો એવોર્ડ પણ મળ્યો હતો. તમને જણાવી દઈએ કે કાજોલ ના તે કિરદાર ની ખુબ પ્રશંસા થઇ હતી.

કોંકણા સેન શર્મા

એક્ટ્રેસ કોંકણા પણ બોલીવુડ ની જાણીતી એક્ટ્રેસ છે પરંતુ તેમને પણ વિલન નો કિરદાર નિભાવ્યો છે. તેમને ફિલ્મ એક થી ડાયન માં વિલન નો કિરદાર નિભાવ્યો હતો અને આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ થઇ હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન

બોલીવુડ ની સૌથી ખુબસુરત અભિનેત્રીઓ માં સામેલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન એ પણ બોલીવુડ ની બહુ બધી સફળ ફિલ્મ માં કામ કર્યું છે. જો તેમના વિલન વાળા કિરદાર ની વાત કરીએ તો તેમને ફિલ્મ રાવણ માં વિલન નો કિરદાર નિભાવ્યો હતો.

પ્રિયંકા ચોપડા

બોલીવુડ ની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા જે હવે વિદેશી ગર્લ બનીને હંમેશા ચર્ચા મેળવે છે. તેમને પણ ઘણી હિન્દી ફિલ્મો માં સફળતાપૂર્વક કામ કર્યું છે. પરંતુ પ્રિયંકા એ પોતાના કેરિયર ની શરૂઆતી સમય માં જ વિલન નો કિરદાર નિભાવ્યો. પ્રિયંકા એ એતરાજ માં વિલન નો કિરદાર નિભાવ્યો હતો અને તેની સાથે જ તે ફિલ્મ સાત ખુન માફ માં પણ વિલન નો કિરદાર નિભાવ્યો હતો જે ઘણું પોપુલર રહ્યું છે.

અમૃતા સિંહ

સૈફ અલી ખાન ની પૂર્વ પત્ની અને સારા અલી ખાન ની માં અમૃતા સિંહ પણ એક જમાના માં પોપુલર એક્ટ્રેસ હતી. તેમને ફિલ્મ બેતાબ થી પોતાના કેરિયર ની શરૂઆત કરી હતી પરંતુ તેના પછી તેમને બહુ બધી ફિલ્મો માં કામ કર્યું છે. પરંતુ તેમની ફિલ્મ આઈના જો તમે દેખી હોય તો તમને ખબર પડશે કે અમૃતા સિંહ નું એક્ટિંગ લેવલ સાચે બહુ સારું રહ્યું છે. તેના સિવાય તેમને ફિલ્મ સૂર્યવંશી અને ફિલ્મ કળયુગ માં પણ વિલન નો કિરદાર નિભાવ્યો હતો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.