સલમાન ખાનના પરિવારની વહુ બનશે સોનાક્ષી સિન્હા, પરિવાર ના આ સદસ્ય સાથે થઇ શકે લગ્ન.

બોલીવુડ જગતમાં કલાકારોના નામો હેડલાઇન્સમાં રેહતા જ હોય છે.કેટલીકવાર તેમના લિંક અપ્સ ને લીધે હેડલાઇન્સ માં હોય છે તો ક્યારેક તેમની આગામી ફિલ્મને કારણે લાઇમ લાઇટ માં રહે છે.તમે આ પ્રકારના ઘણા લેખ વાંચ્યા હશે જેમાં આ કલાકારોના પહેલા પ્રેમ વિશે કહેવામાં આવ્યું છે.આજના આ લેખ માં અમે અન્ય એક કલાકાર વિશે આઘાતજનક ખુલાશો લઇ ને આવ્યા છીએ.તમને જણાવીએ કે આ કલાકાર કોઈ બીજું નથી પરંતુ બોલિવુડની દબંગ અભિનેત્રી સોનાક્ષી સિંહા છે.તાજેતરમાં સોનાક્ષી વિષે એવા સમાચાર આવ્યા છે જેણે બધા ને આશ્ચર્ય માં મૂકયાં છે.એવા અહેવાલો છે કે જલ્દી સોનાક્ષીનું નામ ખાન પરિવાર સાથે જોડાવાનું છે.તમને જણાવીએ કે સોનાક્ષીને ફિલ્મોમાં લાવનાર સલમાન ખાન હતા.શત્રુઘ્ન સિંહા ઇચ્છતા ન હતા કે સોનાક્ષી ફિલ્મો માં આવે પરંતુ સલમાન ખાનના કહેવાથી તેમણે સોનાક્ષીને ફિલ્મોમાં આવવા દીધી.આજના સમયમાં શત્રુઘ્ન સિંહા સલમાન ખાનના ખુબ નજીક છે અને આ સમયે એવી ચોંકાવનારી ખબર આવી છે કે જે સાંભળીને સોનાક્ષીના પ્રશંસકો ખુશી થી ઝૂમી ઉઠશે.વાસ્તવમાં,ટૂંક સમયમાં સોનાક્ષી સિંહા સલમાન ખાનનીના પરિવારમાં વહુ બનીને પ્રવેશ મેળવી શકે છે.

તમને જણાવીએ કે ટૂંક સમયમાં સોનાક્ષી સિંહા સલમાન ખાનના પરિવારના એક સભ્ય સાથે લગ્ન કરી શકે છે.અત્યારે તમારા મગજમાં પ્રથમ નામ સલમાન ખાનનું આવ્યું હશે.પરંતુ સોનાક્ષી જેની સાથે લગ્ન કરી શકે છે તે સલમાન ખાન નહી પરંતુ સોહેલ ખાનનો સાળો બંટી સચેદેવ છે.જીહાં બંટી અને સોનક્ષીનું અફેર ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે અને સમાચાર મુજબ બંને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.જોકે, બંનેએ હજુ સુધી તેમના સંબંધો પર મુહર નથી લગાવી.પણ તેમને ઘણી વખત એકસાથે જોવામાં આવ્યા છે.તમને માહિતી માટે કહી દઈએ કે બંટી સોહેલ ખાનની પત્ની સીમા ખાનનો ભાઈ છે અને બંને એકબીજાને 2012 થી ડેટ કરી રહ્યાં છે.બંટી પેહલા સોનાક્ષી રણવીર સિંહને ડેટ કરી ચુકી છે.

વાસ્તવમાં, થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે રણવીર સિંહ અને સોનાક્ષી સિન્હા એકબીજાને ડેટ કરી ચુક્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ‘લૂટેરા’ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચેની નિકટતા વધી હતી અને તે સમયે બંનેએ ડેટ કરવાનું શરૂ કર્યું હતું.આ દરમિયાન તે ઘણી ઇવેન્ટસ માં સાથે દેખાતાં હતા અને ઘણી વખત મીડિયા પણ તેમને સાથે જોઈ ચુકી છે.પરંતુ જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બંને એકબીજાના સારા મિત્ર છે તેમ કહીને વાત ટાળી હતી.મીડિયા રિપોર્ટ્સ મુજબ, તે બંને ઘણા વર્ષોથી ડેટિંગ કરી રહ્યા હતા, પરંતુ થોડાક સમય પહેલાં એક નાની ભૂલને કારણે તેમનું બ્રેકઅપ થયું હતું.

તમને જણાવીએ કે સોહેલ ખાનના સાળાના છૂટાછેડા થયેલા છે.તેમના પ્રથમ લગ્ન અંબિકા ચૌહાણ સાથે થયા હતા.પરંતુ 4 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા હતા.બન્ટી ”કાર્ણરસ્ટોન’ ના સ્થાપક છે.અહેવાલો અનુસાર સોનક્ષી પહેલાં બંટીના અફેર ઘણી અભિનેત્રીઓ સાથે રહ્યા છે જેમાં સુસ્મિતા સેન, દિયા મિર્ઝા અને નેહા ધૂપિયા અગ્રણી છે.

મિત્રો, આશા છે કે તમને અમારો આ લેખ પસંદ આવ્યો છે.પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.