કોરોના વાયરસ: સામે આવ્યો કનિકા કપૂર નો પાંચમો રીપોર્ટ, તપાસ માં આવી આ ખુશખબરી

બોલીવુડમાં બેબી ડોલ ગીત થી હિટ થયેલ, સિંગર કનિકા કપૂર આ સમયે વૈશ્વિક મહામારી કોરોના વાયરસની ચપેટ માં છે. કનિકાને સતત કોવિડ19 ટેસ્ટ થઇ રહ્યો છે. જણાવી દઈએ કે કનિકા કપૂરે તાજેતરમાં ચોથો કોવિડ19 ટેસ્ટ કર્યો હતો અને તે પોઝીટીવ હતો. થોડાક દિવસો પહેલા તેમને પોતાના ઈંસ્ટા એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને પોતાની પીડા વ્યક્ત કરી હતી. જેમાં તેમને જણાવ્યું કે, તે તેમના માતાપિતા અને બાળકોને યાદ કરી રહી છે. આ સમયે કનિકા સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, લખનઉમાં ભરતી છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન, તેમના વિશે એક મોટી ખબર આવી રહી છે. ચાલો જાણીએ તે શું છે મોટા સમાચાર.

કનિકા કપૂર ની કોવિડ19 નો પાંચમો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. જો કે, ડોકટરો નું કહેવું છે કે તે હમણાં હોસ્પિટલમાં જ રહેશે. અને તેમને અત્યાર સુધી આઇસોલેશન વોર્ડ માંથી નહિ નીકાળવામાં આવે. રસપ્રદ વાત એ છે કે વીતેલ દિવસો કનિકા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકી હતી. જેમાં તેમને લખ્યું છે કે પરિસ્થિતિઓ પહેલા કરતાં સારી છે અને તેમને આશા છે કે તેમનો આગળ નો કોરોના ટેસ્ટ નેગેટિવ આવશે.

કનિકાના સ્વાસ્થ્ય વિશેની જાણકારી સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડાયરેક્ટર દ્વારા આપવામાં આવી હતી. હોસ્પિટલના ડાયરેક્ટર પ્રોફેસર આર.કે. ધિમાને કહ્યું- કનિકા કપૂર માં હવે કોરોના નાં કોઈ લક્ષણો નથી દેખાઈ રહ્યા. તેમની સ્થિતિ પહેલા કરતા વધુ સ્થિર અને સારી છે. તેમને કહ્યું કે તે સામાન્ય રૂપ થી ભોજન લઇ રહી છે, અને સ્વસ્થ છે. કેટલાક મીડિયા ની ખબરો ખોટી છે. જેમ કે મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે તે ખૂબ બીમાર છે, તે સંપૂર્ણપણે ખોટું અને પાયાવિહોણું છે. સાથે જ ડોક્ટર એ કહ્યું કે અત્યારે કનિકા ને અઈસોલેશન માં જ રાખવામાં આવશે.

થોડાક દિવસો પહેલા કનિકાએ તેમની ઇન્સ્ટા પોસ્ટ દ્વારા હોસ્પિટલ ની ફરિયાદ કરી હતી. તેમને લખ્યું હતું કે તેમની સાથે મીસબીહેવ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, હોસ્પિટલ તરફથી ફરિયાદ આવી હતી કે કનિકા હોસ્પિટલમાં એક દર્દીની જેમ નહીં પણ એક સ્ટાર ની જેમ બિહેવ કરે છે.

આ દરમિયાન, હોસ્પિટલમાં કનિકા માટે એક વિશેષ આઇસોલેશન રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં તેમની સંભાળ રાખવા માટે હંમેશા 6 નર્સો હાજર રહે છે. તેના સિવાય હોસ્પિટલમાં તેમના માટે વિશેષ ખોરાક પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.

સિંગર કનિકા કપૂર 19 માર્ચે કોરોના પોઝિટિવ મળી હતી. આ પછી, 20 માર્ચે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કનિકા 9 માર્ચે લંડનથી પરત આવી હતી. અને થોડાક દિવસો પછી તેમનામાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં. લંડનથી પરત ફર્યા પછી, તે ઘણા સમારોહ માં સામેલ થઈ અને ઘણા લોકોને મળી. જે પછી દેશની ચિંતા વધી ગઈ હતી. જો કે, પછી થી તેમનાથી મળેલ ઘણા લોકો ને કોવિડ19 ટેસ્ટ નેગેટીવ આવ્યો.

પરંતુ કનિકા કપૂરની આ બેદરકારીને કારણે યુપી સરકારે તેમની સામે અનેક કેસ દાખલ કર્યા છે. યુપીમાં તેમના નામે ત્રણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે કનિકા મૂળ ભારતની છે, પરંતુ હવે તે ઇંગ્લેન્ડની નિવાસી બની ચુકી છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.