શિલ્પા શેટ્ટી અને વિઆન એ એકબીજા માટે બનાવ્યા લવ કાર્ડ્સ, દેખો માં-દીકરા નો પ્રેમ ભરેલ સમય

દેશભરમાં કોરોના વાયરસને કારણે લોકડાઉનનું એલાન થયું છે ત્યારથી કરોડો લોકો પોતાના-પોતાના ઘરોમાં કેદ થયા છે. આટલા લાંબા લોકડાઉનમાં, લોકો ઘર પર ટાઈમપાસ કરવાની વિવિધ રીતો શોધી રહ્યા છે. આપણા બોલીવુડ સ્ટાર્સ પણ પોતાના ઘર માં રહીને આવ્યા દિવસે ફેંસ સાથે અંગત જીવનથી સંબંધિત વિડીયોજ અને ફોટા શેયર કરે છે. હંમેશાં કામમાં વ્યસ્ત રહેનારા ફિલ્મ સ્ટાર્સને આ સમયગાળા દરમિયાન તેમના પરિવારો સાથે વધુને વધુ સમય પસાર કરવાની તક મળી રહી છે. તેનો ફાયદો બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ સારી રીતે લઇ રહી છે.

શિલ્પા લોકડાઉન પીરીયડ માં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. કેટલીકવાર તે પોતાના ઘરની સાફ સફાઇ કરતી જોવા મળે છે, તો ક્યારેક તે લોકોને કસરત અને યોગ શીખવવાનું શરૂ કરે છે. આ દરમિયાન શિલ્પા પોતાના દીકરા વિઆન રાજ કુંદ્રા સાથે ઘણો સમય વિતાવી રહી છે. તાજેતરમાં જ શિલ્પાએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પુત્ર વિયાન સાથેનો એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં શિલ્પા પોતાના પુત્ર વિઆનને કાગળ અને રંગોની મદદથી લવ કાર્ડ્સ બનાવવાનું શીખવી રહી છે. શિલ્પા વીડિયોમાં જણાવે છે કે લોકડાઉન સમયે હું મારા દીકરાને લવ કાર્ડ્સ કેવી રીતે બનાવવું તે શીખવી રહી છું. શિલ્પા કહે છે કે દુનિયામાં જે કંઇ પણ થઈ રહ્યું છે તેના માટે પ્રાર્થના કરવાની સાથે સાથે હું મારા પુત્ર સાથે કેટલીક મેમરીજ પણ ક્રિએટ કરી રહી છું.

સોશિયલ મીડિયા પર શિલ્પા અને વિઆનના આ વીડિયો લોકો ને ખૂબ પસંદ આવી રહ્યો છે. શિલ્પાએ હંમેશાં તેમના કામની સાથે પુત્રને પણ મહત્વ આપ્યું છે. વિઆન હમણાં 7 વર્ષનો છે અને તે તેની માતા સાથે ઘણો સમય વિતાવે છે. શિલ્પા ઘણી વખત સોશિયલ મીડિયા પર વિઆન સાથે તેમના વીડિયો અથવા ફોટા શેયર કરતી રહે છે. વિઆન પણ ધીમે ધીમે લોકપ્રિય સ્ટાર કિડની કેટેગરીમાં સામેલ થઈ રહ્યો છે. આ વાત નું પ્રમાણ શિલ્પા દ્વારા શેયર રકવામાં આવેલ વિડીયો પર મળેલ ફેંસ નો પ્રેમ છે. ચાલો તો તમે પણ માં દીકરા ના આ પ્રેમ ભરેલ સમય ને આ વિડીયો માં ફટાફટ દેખી લો.

જણાવી દઈએ કે તેના પહેલા પણ શિલ્પા ઘર માં દીકરા વિઆન ના સાથે ચોકલેટ બનાવવા અને વ્યાયામ કરવા નો વિડીયો સોશિયલ મીડિયા પર શેયર કરી ચુકી છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.