હીટ ફિલ્મો આપી છતાં ફ્લોપ રહી શિલ્પા શેટ્ટી ની બહેન નું કેરિયર, 41 ની ઉંમર માં પણ છે કુંવારી

બોલીવુડ માં સૌથી ખરાબ ત્યારે થાય છે જ્યારે તમને તમારા નામ થી જ નહિ પરંતુ તમારા કોઈ નજીક ના લોકો ના નામ થી ઓળખાવા લાગે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં એવા લોકો બહુ લાંબી લીસ્ટ છે. આ લીસ્ટ માં એક નામ શિલ્પા શેટ્ટી ની બહેન શમિતા નું પણ છે. શમિતા શેટ્ટી ને બોલીવુડ માં કદમ રાખે એક લાંબો સમય વીતી ચુક્યો છે પણ બોલીવુડ માં તેમને એક એક્ટ્રેસ ના રૂપ માં નહિ પરંતુ શિલ્પા શેટ્ટી ની બહેન ના રૂપ માં ઓળખવામાં આવે છે. શમિતા શેટ્ટી એ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત બ્લોકબસ્ટર ફિલ્મ મોહબ્બતે થી કરી હતી. શમિતા શેટ્ટી આજે પોતાનો 41મો જન્મદિવસ મનાવી રહી છે. તમને જાણીને કદાચ હેરાની થશે કે શમિતા શેટ્ટી એ અત્યાર સુધી લગ્ન નથી કર્યા.

શમિતા શેટ્ટી નો જન્મ મેંગલુરું માં થયો હતો. તેમને સેન્ટ એંથોની ગર્લ્સ હાઈસ્કુલ થી પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તેમને મુંબઈ ના સીડેનહમ કોલેજ થી ગ્રેજ્યુએશન ની ડીગ્રી મેળવી. ડીગ્રી મેળવ્યા પછી શમિતા એ મુંબઈ માં હાજર એક કોલેજ થી ફેશન ડીઝાઈનીંગ નો કોર્સ કર્યો. જ્યારે શમિતા દેશ ના ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા ના ત્યાં પોતાની ઇન્ટર્નશીપ કરી રહી હતી ત્યારે એક દિવસ મનીષ એ તેમનાથી કહ્યું કે તારા અંદર અભિનય ના ગુણ છે, તું ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ટ્રાય કર. મોહબ્બતે ફિલ્મ માં અભિનય કરવા માટે 2001 માં શમિતા એ આઈફા બેસ્ટ ડેબ્યુ એક્ટર (ફીમેલ) નો એવોર્ડ જીત્યો હતો.

વર્ષ 2001 માં જ શમિતા નું ગીત ‘શરારા શરારા’ આવ્યું. લોકો એ આ ગીત ને બહુ પસંદ કર્યું અને દેખતા જ દેખતા શમિતા સ્ટાર બની ગઈ. વર્ષ 2005 માં આવેલ ફિલ્મ જહર માં પણ શમિતા ની એક્ટિંગ ને લોકો એ બહુ પસંદ કરી. ફિલ્મો માં એક્ટિંગ કરવાની સાથે સાથે શમિતા ઇન્ટીરીયર ડીઝાઈનીંગ માં પોતાનું નામ કમાઈ રહી હતી. શમિતા એ મુંબઈ માં રોયલ્ટી નામ નો ક્લબ ડીઝાઈન કર્યો છે. તેના સિવાય તેમને ચંડીગઢ માં લોસીસ સ્પા ને ડીઝાઈન કરી જેના માટે તેમને ઇન્ટરનેશનલ લેવલ પર સમ્માનિત કરવામાં આવી. જ્યારે શમિતા ને ફિલ્મો માં સફળતા ના મળી ત્યારે તેમને ટીવી ના તરફ રુખ કર્યું. શમિતા શેટ્ટી એ બીગ બોસ, ઝલક દિખલા જા અને ખતરો કે ખિલાડી જેવા રીયાલીટી શો માં પણ કામ કર્યું પણ તેમાં પણ સફળ ના થવા પર તે ધીરે ધીરે બોલીવુડ થી દુર થતી ગઈ.

જ્યારે શમિતા ને હિન્દી ફિલ્મો માં સફળતા ના મળી ત્યારે તેમને ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મો માં પણ કામ કર્યું. પોતાની ફ્લોપ ફિલ્મી કેરિયર ના વિષે એક વખત શમિતા એક ઈન્ટરવ્યું માં કહ્યું હતું કે પોતાની પહેલી ફિલ્મ સફળ થયા પછી તેમને ફિલ્મો ની પસંદગી કરવામાં ભૂલ કરી દીધી જેંના માટે તેમને આજ સુધી પસ્તાવો છે. શમિતા કહે છે કે તેમને પોતાના બોલીવુડ કેરિયર ના વિષે અને વધારે સીરીયસલી વિચારવું જોઈતું હતું. ઈન્ટરવ્યું માં શમિતા એ જણાવ્યું હતું કે ‘હું પણ એક બહુ સારી હિરોઈન બની શકતી હતી, પણ કેટલીક ફિલ્મો માં કામ કર્યા પછી હું બહુ સલેક્ટીવ થઇ ગઈ હતી મને આ વાત તે સમયે સમજ માં નહોતી આવી લોકો તમને ભૂલી જાય છે જો તમે દેખાઈ નથી આવતા તો આ વાતનો અહેસાસ મને બહુ પછી થી જઈને થયો કે મને કામ કરતા રહેવું જોઈતું હતું આ ઇન્ડસ્ટ્રી નો નિયમ છે.’

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.