Pics: મન્નત થી પણ ખુબસુરત છે શાહરૂખ નું અમેરિકા વાળું ઘર, બસ ‘આટલું’ છે એક રાત નું ભાડું

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન ને કહેવામાં આવે છે. તેને કિંગ ખાન કહેવા ના પાછળ એક નહિ પરંતુ અનેક કારણો છે. શાહરૂખ એક એવું નામ છે જેને પરિચયની જરૂરત નથી. દુનિયાભરના લોકો તેને બોલીવુડના કિંગ અથવા કિંગ ખાન ના નામ થી ઓળખે છે. આટલા વર્ષોમાં, તેમને એ પણ સાબિત કરી દીધું છે કે બોલીવુડનો અસલી કિંગ છે અને બીજું કોઈ તેમનું સ્થાન લઈ શકતું નથી.

શાહરૂખ ખાન એકમાત્ર એવા કલાકાર છે જેમને તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. આપણે બધાએ તેમને રોમાંસ, ડ્રામા, કોમેડી અને એક્શન કરતા દેખી ચુક્યા છે. ત્યાં કોઈપણ ભૂમિકા ને ખૂબ નિશ્ચિતપણે ભજવે છે. અભિનેતા હોવા ઉપરાંત શાહરૂખ નિર્માતા પણ છે. તેમની ફેન ફોલોઈંગ ભારતની સાથે સાથે વિદેશમાં પણ ખૂબ છે. વિદેશો માં પણ શાહરૂખના લાખો ની સંખ્યા માં ચાહકો છે.

શાહરૂખે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. લગભગ દરેક જણ તેમના સંઘર્ષના દિવસોની વાર્તાથી વાકેફ હશે. ટીવીથી લઈને મોટા પડદા સુધીની શાહરૂખની યાત્રા ખૂબ જ લાજવાબ રહી છે. શરૂઆતના દિવસોમાં શેરીઓમાં ઘણી રાતો ગાળનાર શાહરુખ આજે ઘણા બંગલાઓનો માલિક છે. શાહરૂખના મુંબઇ સ્થિત બંગલા જન્ન્ત ના વિશે મોટાભાગના લોકો જાણતા હશે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે મન્નત સિવાય શાહરૂખ પાસે બીજા પણ ઘણા બંગલા છે.

અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં શાહરૂખ ના આલીશાન બંગલા હાજર છે. શાહરૂખનો મુંબઇ વાળા બંગલા મન્નત ના ફોટા ઘણી વખત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચુક્યા છે. આજ ની પોસ્ટમાં અમે તમને શાહરૂખના અમેરિકા વાળા ઘરના ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, અમેરિકામાં કિંગ ખાનનું ઘર કોઈ જન્નત થી ઓછું નથી.

શાહરૂખનો બંગલો અમેરિકાના કેલિફોર્નિયાના વેબરલી હિલ્સમાં સ્થિત છે. ઘણીવાર જ્યારે શાહરૂખ પોતાની ફેમીલી ના સાથે વેકેશન પર હોય છે ત્યારે તે આ બંગલામાં રહે છે. શાહરૂખનો બંગલો કોઈ લક્ઝરી બંગલાથી ઓછો નથી. આ બંગલામાં એવી બધી સુવિધાઓ છે જે સુપરસ્ટારને તેના ઘરમાં હોવી જોઈએ.

આ બંગલામાં સ્વીમીંગ પૂલથી લઈને પર્સનલ જિમ હાજર છે. શાહરૂખ પણ આ બંગલો ભાડા પર પણ આપે છે, જેની એક રાતની કિંમત 1,96,891 રૂપિયા છે. આર્કિટેક્ચરલ ડાયજેસ્ટ દ્વારા શાહરૂખના ઘરના ફોટા શેયર કરતાં તેમને તેને પીરિયડ રિવાઇવલ જણાવ્યું છે.

તેમણે કહ્યું હતું કે વેબરલી હિલ્સમાં પાંચ શૈલીના ઘરો છે, જેમાં સ્પેનિશ કોલોનિયલ, રૂરલ યુરોપિયન, ટ્રેડીશનલ, કંટેપરરી અને પીરીયડ રીવાઈવલ છે. શાહરૂખના આ લક્ઝુરિયસ બંગલામાં કુલ 6 બેડરૂમ છે. આ બંગલામાં એક મોટો સ્વિમિંગ પૂલ, પ્રાઈવેટ ટેનિસ કોર્ટ અને જકુઝી ની પણ સુવિધા છે. શાહરૂખનો સુંદર બંગલો વેસ્ટ હોલીવૂડ અને સાન્ટા મોનિકાના રોડિઓ ડ્રાઇવથી માત્ર 5 મિનિટ દૂરી પર છે.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભૂલો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.