સારા એ કર્યો પિતા સૈફ ને લઈને ચોંકાવવા વાળો ખુલાસો, કહ્યું- દલીલ થઇ જાય તો વારંવાર કહે છે આ વાત

સારા અલી ખાને અગાઉના ઘણા ઇન્ટરવ્યુમાં પોતાના અને તેના પરિવાર વિશે ખુલાસો કર્યા છે. તેમને જણાવ્યું કે સાવકી માતા કરીના અને પિતા સૈફ અલી ખાન સાથેના તેમના સંબંધો કેવા છે. ઉપરાંત, તેમને પોતાના નાના ભાઈ તૈમૂર વિશે ઘણી વાતો કરી હતી. અત્યાર સુધીમાં તો બધાને ખબર પડી ગઈ હશે કે સારા ના સંબંધ તેમની સાવકી માતા કરીના કપૂર સાથેના ઘણા સારા છે. તે તેમને તેમની માતા નહીં પરંતુ પોતાના મિત્ર માને છે. સારાએ આ પણ જણાવી ચુકી છે કે કરીના તેમની સ્ટાઇલ આઇકોન છે.

તાજેતરમાં સારા અલી ખાન કરીનાના શો ‘વ્હાટ વિમેન વ વોન્ટ’માં પહોંચી હતી. આ દરમિયાન, કરિનાએ તેમનાથી ઘણા સવાલ-જવાબ કર્યા, જેનો સારાએ બેબાકી થી જવાબ આપ્યો. માતા અને પુત્રી ની આ બોન્ડીંગ ફેંસને તે ખૂબ ગમ્યું. આ સમય દરમિયાન ખબર પડી કે ખરેખર બન્ને એકબીજા ના સાથે સ્પેશ્યલ બોન્ડ શેયર કરે છે. એટલું જ નહીં, બંનેએ મળીને સૈફ અલી ખાનની મજાક પણ ઉડાવી હતી. સારા અલી ખાને આ શો પર ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આ કડીને આગળ વધારતા સારાએ એક વખત ફરી પોતાના પિતા ના વિશે ઘણાં ખુલાસા કર્યા છે. આ ઘટસ્ફોટ ખૂબ જ રસપ્રદ છે.

થોડાક સમય પહેલા સારાએ કહ્યું હતું કે જ્યારે તે નાની હતી, ત્યારે તે પિતાની ફિલ્મ ‘લવ આજ કાલ’ના સેટ પર જતી હતી અને દીપિકા પાદુકોણ ના મેકઅપ-કીટ માંથી લિપસ્ટિક લગાવીને તૈયાર થઈને પોતાને અરીસામાં નીહાર્યા કરતી હતી. ત્યારે તે સમજી નહોતી શકતી કે પિતા ના મનાઈ કરવા પર પણ તે એવું કેમ કરે છે. હવે સારાએ કેટલીક નવી વાતો જાહેર કરી છે.

સારાએ કહ્યું, “તમે જાણો છો કે મારા માતાપિતા ને છોડીને જે પણ મારાથી વાત કરતું હતું તે આ દરેક લોકો કહેતા હતા કે હું મારા માતાપિતા નું અજીબ “કોમ્બીનેશન” છું”. આ વાત ને પૂરી કરતા વખતે સારાએ જે રહસ્યો ઉઘાડ્યા છે તે ખરેખર મજેદાર છે.

સારા એ કહ્યું, “બીજા તો બીજા હંમેશા જ્યારે દલીલ થતી હતી ત્યારે મારી મોમ કહેતી હતી કે ‘ઉફ્ફ તું બિલકુલ સૈફ ના જેવી છે’ અને મારા પિતા કહેતા હતા કે ‘તું પોતાની માં ના જેવી કેમ વાત કરી રહી છે?’ મારું આ વિચારવાનું છે કે સાંભળો તમે બન્ને એ જ્યારે નક્કી કર્યું કે તમારા બાળકો થશે ત્યારે તમે બધા જાણતા હતા કે ‘જીન’ કેવા મિક્સ થાય છે? તમે બન્ને અજીબ છો તેથી હું અજીબ છું. અને હું તમને બન્ને થી પ્રેમ કરું છું.”

સારાએ કહ્યું કે એક વખત તેમનાથી કોઈ મોટી ફિલ્મ સેલિબ્રેટીએ તેમને પૂછ્યું કે તેમને કેવું લાગે છે કે તેઅજીબ છે? આ તરફ સારાએ જવાબ આપ્યો, “વિચારો, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની એક પુત્રી છે અને હું તે છું.” હું અજીબ છું કારણ કે આ બંને અજીબ છે, અમે બધા વિચિત્ર છીએ, અને આ સાચું છે ”.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો છેલ્લી વખત સારા ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કાલ 2’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે કાર્તિક આર્યન જોવા મળ્યો હતો. પ્રેક્ષકોને આ ફિલ્મ માટે ઘણી આશાઓ હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. આ દિવસોમાં સારા ડેવિડ ધવનની ફિલ્મ ‘કુલી નંબર 1’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેમના અપોઝીટ વરુણ ધવન હશે. આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્માની જૂની ફિલ્મ ‘કુલી નંબર 1’ ની રીમેક છે.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભૂલો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.