સારા અલી ખાન એ ભાઈ ઈબ્રાહીમ ના સાથે મસ્તી કરતા વિડીયો કર્યો પોસ્ટ, સોશિયલ મીડિયા પર થયો વાયરલ

પુરા દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, આવી સ્થિતિમાં, દરેક પોતાના ઘર માં જ છે, લોકડાઉન દરમિયાન ઘરની બહાર જવાની મનાઈ છે, આવી સ્થિતિમાં, લોકો ઘરે બેસીને કંટાળી ગયા છે, જો આપણે બોલીવુડ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઘણા બોલીવુડ સ્ટાર્સ પણ ઘરે રહીને મનોરંજનનો કોઈ રસ્તો શોધી રહ્યા છે, આવી સ્થિતિમાં જો આપણે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સારા અલી ખાનની વાત કરીએ તો તે હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે, લોકડાઉન ના સમય માં તે ઘર માં રહીને સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વિડિયોજ શેયર કરતી રહે છે, ભલે સારા અલી ખાન તેના ઘરે લોકડાઉન ના કારણે પોતાના ઘર માં છે, પરંતુ આ સમયમાં કોઈ ને કોઈ મસ્તી કરવાનું સાધન શોધી લે છે, ચાલો તમને જણાવી દઈએ કે બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાને પોતાના ભાઈ ઇબ્રાહિમ અલી ના સાથે એક થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે અને ખૂબ જ ઓછા સમયમાં આ વીડિયો વાયરલ થઈ ગયો છે.

તેમ તો બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન અને તેમનો ભાઈ ઇબ્રાહિમ અલી ની એકબીજા સાથે ઘણું સારું બને છે, તેઓ હંમેશા એકબીજા ના સાથે મસ્તી કરતા દેખાઈ આવે છે, તેમનો એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાને તેમના ભાઈ ઇબ્રાહિમ સાથે એક વીડિયો બનાવ્યો હતો, જે તેમને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો હતો, તેમનો વીડિયો જેવો જ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ થયો, દેખતા જ દેખતા આ તેજી થી વાયરલ થવા લાગ્યો, તેમના ફેંસ તેમના દ્વારા શેયર કરેલ આ વિડિયો ને ખૂબ જ લાઈક અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

જો તમે આ વીડિયો ને દેખશો, તો આ અભિનેત્રી પોતાના ભાઈ સાથે એક ગેમ રમતી દેખાઈ આવી રહી છે, આ વીડિયોમાં તેઓ નોક-નોક ગેમ રમી રહ્યા છે, આ વીડિયો દ્વારા અભિનેત્રી સારા અલી ખાને તેમના ફેંસ ને સંદેશ પણ આપ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં સારા અલી ખાને લખ્યું છે કે “ઘરે રહો અને સલામત રહો અને ક્યાંય પણ જઈને નોક-નોક કરવાની જરૂરત નથી”. તેમ તો સારા અલી ખાન હંમેશા પોતાના ફેંસ ના વચ્ચે વિડીયો અને ફોટા શેયર કરતી રહે છે, આ બંનેનો આ પહેલો વિડિઓ નથી, આ પહેલા પણ ઘણા વીડિયો વાયરલ થયા છે, જ્યારે સારાએ તેમના ભાઈ ઇબ્રાહિમની માલદિવ્સ ની ટ્રીપ ના ફોટા અને વીડિયો શેયર કર્યા હતા, ત્યારે તે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા નો વિષય બનેલ હતો.

ભારત માં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, એટલું જ નહીં, કોરોનાવાયરસ ચેપને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, કોરોના વાયરસને કારણે આ મહામારી દેશ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. કોરોના વાયરસ ના સંકટ થી લડવા માટે, 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે અને આવી સ્થિતિમાં, બોલીવુડના ઘણા સ્ટાર્સ ઘરમાં રહીને જ આ ખુબ મસ્તી કરી રહ્યા છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.