ફક્ત એક્ટિંગ નહિ ક્લાસિકલ ડાન્સ માં પણ માહિર છે સારા, જુનો વિડીયો જીતી રહ્યો છે ફેંસ નું દિલ

આજના સમયમાં સારા અલી ખાનને કોણ નથી ઓળખતું. સારાએ ટૂંકા સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે. સારા આજે દરેકની ફેવરેટ છે. સારાએ તેમની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ ‘કેદારનાથ’ થી કરી હતી. તેમાં તેમના સાથે સુશાંત સિંહ રાજપૂત નજર આવ્યા હતા. તેના પછી તે રણવીર સિંહની સાથે ફિલ્મ ‘સિમ્બા’ માં દેખાઈ આવી હતી.

હમણાં માં સારા ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘લવ આજ કાલ 2’ રિલીઝ થઈ હતી. જોકે સારા અને નિર્માતાઓને આ ફિલ્મથી ઘણી આશાઓ હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફીસ પર વધારે પ્રદર્શન કરી શકી નહીં. આ ફિલ્મ લોકો ની અપેક્ષાઓને પૂર્ણ ના કરી અને તેને ફ્લોપનું ટેગ મળ્યું. તમને જણાવી દઈએ કે, ‘લવ આજ કલ 2’ સૈફ અલી ખાનની ‘લવ આજ કાલ’ ની રીમેક હતી.

દરેક વ્યક્તિને આ વાત ની જાણકારી છે કે ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા સારાએ પોતાનું વજન ઘણું ઘટાડી દીધું છે અને પોતાને ઘણી ફીટ કરી છે. તેમની ફેટ ટુ ફીટ જર્ની એ ઘણી છોકરીઓને પ્રેરણા આપી છે. બોલીવુડમાં આવ્યા પછી સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે આવ્યા દિવસે પોતાના ગ્લેમરસ ફોટા અથવા વીડિયો શેયર કરતી રહે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં સારાએ તેનો એક જુનો વીડિયો શેયર કર્યો છે, જેમાં તે ક્લાસિકલ ડાન્સ કરતી જોવા મળી રહી છે.

સારાના આ વીડિયોને જોઇને ફેંસ હેરાન છે. સારા એ પોતાની અભિનય કુશળતા દેખાડી જ ચુકી છે, પરંતુ તેમના ડાન્સિંગ હુનર થી લોકો અત્યાર સુધી અજાણ હતા. આવી સ્થિતિમાં ફેંસ એ દેખીને હેરાન છે કે સારા અભિનય ની સાથે સાથે સારો ડાન્સ પણ કરી શકે છે. સારા નો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેયર કરતી વખતે સારાએ કેપ્શન આપ્યું છે “બટ્ટુ હેપી ઉત્કલા દિવસ.”. તમને જણાવી દઈએ કે, ગઈકાલે એટલે કે પહેલી એપ્રિલ એ મુર્ખ નો દિવસ હતો. જ્યારે બધા લોકો એકબીજાને એપ્રિલ ફૂલ બનાવવામાં લાગેલ હતા, ત્યારે આ દિવસે ઓડિશાનું ફાર્મેશન થયું હતું.

વર્ષ 1996 માં તે આ દિવસ હતો જ્યારે ઓડિશા બિહાર થી અલગ થયું હતું અને આ દિવસને ‘ઉત્કલ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વીડિયોમાં સારા સલવાર સૂટ પહેરી ક્લાસિકલ ડાન્સ કરી રહી છે. સારા 11 મિનિટ અને 29 સેકંડમાં તે બધા સ્ટેપ્સ કરે છે, જે જણાવે છે કે સારા અને અભિનયની સાથે સાથે ડાન્સમાં પણ નંબર વન છે. સારાના આ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આ અંગે તેઓ સારા-સારા રિસ્પોન્સ આપી રહ્યા છે. સારાની ફિલ્મ સ્ટાર્સ મિત્રો પણ તેમના ડાન્સ વીડિયોની પ્રશંસા કરી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો લવ આજકલ 2 માં કાર્તિક આર્યન ના સાથે દેખાયા પછી સારા ટૂંક સમયમાં વરુણ ધવન ના સાથે ફિલ્મ ‘કુલી નંબર 1’ માં જોવા મળશે. ડેવિડ ધવન આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂર સ્ટારર ફિલ્મ ‘કૂલી નંબર 1’ ની રીમેક છે, જે 1995 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પોતાના સમયની હિટ ફિલ્મોમાંથી એક હતી. આવી સ્થિતિમાં દેખવાનું એ રહેશે કે આ ફિલ્મ પણ હિટ સાબિત થાય છે કે નહીં.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભૂલો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.