જ્યારે અમિતાભ ના કારણે ઐશ્વર્યા સાથે રોમાન્સ કરવા થી ડરી ગયા હતા આ સુપરસ્ટાર, બોલ્યા આવું

બોલીવુડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારની પુત્રવધૂ પણ છે. હવે ફિલ્મો માં કામ કરવાથી પહેલા તેમના અપોઝીટ કલાકારોએ ફિલ્મોમાં કામ કરતા પહેલા ઘણું વિચારવું પડે છે અને એવો જ હાલ સાઉથ ના સુપરસ્ટાર રજનીકાંત ના સાથે થયું હતું. ફિલ્મના શૂટિંગ દરમિયાન, રજનીકાંત ઐશ્વર્યા રાય સાથે એક રોમેન્ટિક સીન કરવાના હતા, પરંતુ તે શૂટિંગ દરમિયાન ધ્રૂજતા હતા, કારણ કે તેમને ડર હતો કે ઐશ્વર્યા ના સસરા તેમની સામે કોઈ કાર્યવાહી ના કરે. અભિનેતા રજનીકાંત, જેને સાઉથ સિનેમાના થલૈવા કહેવામાં આવે છે, તેમને આ વિશે પોતે જણાવ્યું.

જ્યારે ઐશ્વર્યા ના સાથે રોમાન્સ કરવા માં ડરી ગયા હતા રજનીકાંત

સુપરસ્ટાર રજનીકાંતે બચ્ચન પરિવારની પુત્રવધૂ ઐશ્વર્યા સાથે 2010 માં ફિલ્મ રોબોટ કરી હતી. આ ફિલ્મમાં તેમની હિરોઈન ઐશ્વર્યા રાય હતી અને આ સિવાય અમિતાભ બચ્ચન પણ રજનીકાંતના ખૂબ સારા મિત્ર છે. હવે રજનીકાંતનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમનો ઇન્ટરવ્યુ છે અને તેમને કહ્યું હતું કે તે ફિલ્મમાં રોમાંસ કરતી વખતે ડરતા હતા. રજનીકાંતે ઐશ્વર્યાની ફિલ્મ એથીરન-દ-રોબોટ માં રોમાંસ કર્યો હતો અને તેમના નજીકના મિત્ર અમિતાભ બચ્ચનની પુત્રવધૂ સાથે આવો સીન કરતી વખતે અસ્વસ્થતા અનુભવ કરી રહ્યા હતા અને આ વાત નો ખુલાસો રજનીકાંત એ પોતાના ઈન્ટરવ્યું માં કર્યો હતો.

તેના વિશે વાત કરતા સમયે રજનીકાંતે કહ્યું, ‘લોકો ને તેમની સુંદરતા દેખવા માટે ફિલ્મ દેખવી જોઈએ અને તેમની ડાન્સિંગ સ્કીલ્સ પણ ઘણી સારી છે. આ સાથે, હું ઐશ્વર્યા સાથે રોમેન્ટિક સીન્સ કરવામાં અસ્વસ્થ હતો અને આ માટે ઘણા ટેક લેવા પડ્યા હતા. પરંતુ લોકોને ફિલ્મ માં અમારી કેમિસ્ટ્રી ને લોકો પસંદ કરશે. હું લવ સીન માં સહજ નહોતો અને તે એક કલાકાર છે, છતાં મને ડર લાગ્યો હતો કારણ કે મને લાગ્યું હતું કે અમિતાભ જી કહેશે ખબરદાર રજની.” આ કહેતા રજનીકાંત મોટેથી હસવા લાગ્યા.

વર્ષ 1994 માં, ઐશ્વર્યા રાયે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો અને તે પછી તેમને બોલીવુડના હમ દિલ દે ચૂકે સનમ, જોશ, દેવદાસ, રાવણ, ગુરુ, ઓર પ્યાર હો ગયા, આ અબ લૌત ચલે, ફન્ને ખા અને એ દિલ હૈ મુશ્કિલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2010 માં આવેલી ફિલ્મ રોબોટમાં, ઐશ્વર્યા રાયે પહેલી વખત રજનીકાંત ના સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મનો બીજો પાર્ટ વર્ષ 2018 માં આવ્યો જેમાં વિલન તરીકે અક્ષય કુમાર નજર આવ્યા હતા.

ફિલ્મમાં, ઐશ્વર્યાએ રજનીકાંતની પત્નીની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમને દેખાડવામાં ના આવ્યું, બસ વચ્ચે-વચ્ચે માં નામ લેવામાં આવ્યું અને ફિલ્મના ક્લાઇમેક્સ માં તેમનો ફોન રજનીકાંતને આવે છે. ઐશ્વર્યા રાય હમણાં પોતાના ઘર-પરિવારમાં સમય વિતાવી રહી છે. ભારતમાં કોરોનાવાયરસને કારણે લોકડાઉન છે અને બધા સિતારા તેમના ઘરોમાં સમય પસાર કરી રહ્યા છે. આમાં અમિતાભ બચ્ચન સહિત રજનીકાંત જેવા સુપરસ્ટાર્સે સરકારને આર્થિક મદદ કરી છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.