અક્ષય કુમાર ને લઈને નુપુર સેનન એ કહ્યું- ‘તેમના વગર તો ક્યારેય ફિલહાલ નહોતું થઇ શકતું’

નૂપુર સેનન હંમેશા સોશિયલ મીડિયા પર સતત ચર્ચા મેળવતી રહે છે. નૂપુર બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનનની બહેન છે. કૃતિની ગણના બોલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થાય છે, જ્યારે નુપુર એક સારી ગાયિકા છે. તાજેતરમાં જ તેમને પોતાના ચાર્ટબસ્ટર ને સંસ્કરણ અનપ્લગડ સંસ્કરણમાં રીલીઝ કર્યું છે. આ અનપ્લગડ સંસ્કરણમાં, નૂપુર એ પોતાના ઉત્કૃષ્ઠ અવાજની છાપ છોડી છે. તેમના ફેંસ મ્યુઝિક વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ મ્યુઝિક વિડિઓમાં એક દિલ ને સ્પર્શી જાય એવો રાગ છે જે શરત વગર પ્રેમ, હાર, દિલ તુટવા અને ઘણી બધી ભાવનાઓ ને પૂરી રીતે બયાન કરે છે.

આ મ્યુઝિકમાં અક્ષય કુમાર અને નૂપુર સેનનની ઉત્તમ કેમિસ્ટ્રી જોવા મળી છે. આ ગીતનો જે મુખ્ય ટ્રેક છે, ત્ય્યા પર અક્ષય અને નૂપુરની શાનદાર કેમિસ્ટ્રી દેખવા મળી છે. આ કારણોસર, નૂપૂરે અક્ષય કુમારને અનપ્લગડ વર્જન માં ભાગ બનાવવાનો વિચાર કર્યો છે. જણાવી દઈએ કે જ્યારે નુપુર નું અનપ્લગડ શૂટ થઇ રહ્યું હતું. તે જ સમયે અક્ષય કુમાર પણ પોતાના શૂટિંગમાં વ્યસ્ત હતા. પરંતુ અક્ષય કુમારે નૂપુરને સરપ્રાઈઝ કર્યુ અને તેમના શૂટિંગમાંથી સમય નીકાળીને તે નૂપુર ના શૂટિંગમાં પહોંચ્યા હતા.

નૂપુર સેનન એ અક્ષય કુમારને અનપ્લગડ માં આવવાની વિનંતી કરી હતી. આ એક રીક્વેસ્ટ પર, અક્ષય કુમાર મોટા દિલ સાથે આવ્યા અને અનપ્લગડ સંસ્કરણમાં સામેલ થયા. અક્ષય કુમારની હાજરી માટે નુપરે તેમનો આભાર માન્યો. નૂપુર કહે છે કે અક્ષય સર વગર ફિલહાલ ક્યારેય પણ નહોતું થઇ શકતું. અને સાથે જ ફીમેલ સંસ્કરણમાં તેમની હાજરી વગર આ અધૂરું હોતું.

નૂપુર અક્ષય કુમાર ના સામેલ થવાની કહાની જણાવતા કહે છે, હું સોંગના કવર માટે શૂટિંગ કરી રહી હતી. પછી મારા મગજમાં વિચાર આવ્યો અને મેં અક્ષય સરને ફોન કર્યો અને તેમનાથી તેનો ભાગ બનવાની વિનંતી કરી. નૂપુર કહે છે કે, તે સમયે અક્ષય સર તેમની એક ફિલ્મના શૂટિંગના સંબંધથી બહાર હતા, પરંતુ તે કોઈક રીતે મારી વિનંતીથી સહમત થયા. તે પછી તેમને આવીને તેનું શૂટિંગ પૂરું કર્યું. તેમ તો સમય અનુસાર દેખવામાં આવે તો તેઓ 5 મિનિટ માટે આવ્યા હતા, પરંતુ તેઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું. અને વિડીયો ને એક બીજા સ્તર પર લઇ ગયા. હું તેના માટે અક્ષય સર નો આભારી છું.

જણાવી દઈએ કે મૂળ સાઉન્ડટ્રેક જાની દ્વારા લખવામાં આવ્યું હતું અને બી.પ્રાક દ્વારા ગાયું હતું. જેમાં સુપરસ્ટાર અક્ષય કુમાર અને નુપુર સેનન જોવા મળ્યા હતા. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. અને અત્યાર સુધીમાં તેને લગભગ 700 મિલિયન વ્યૂ મળી ચૂક્યા છે. તે અત્યારે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે. ચાર્ટબસ્ટરની સફળતાને દેખતા, તેના નિર્માતાઓ એ તેની સિક્વલ બનાવવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે આ પહેલી વખત એવું થશે જ્યારે તે જ જોડી ના સાથે કોઈ મ્યુઝિક વીડિયોની આગળ ની સિક્વલ પણ બનાવવામાં આવશે. અક્ષય કુમાર નું અપીયરન્સ ગીત ને વધારે ખુબસુરત બનાવે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.