મજાક ના સાથે શરુ થયો હતો નેહા કક્કડ અને આદિત્ય નારાયણ નો સંબંધ, હવે લગ્ન સુધી પહોંચી ગઈ આ વાત

ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કડ આજકાલ સોની ટીવી પર પ્રસારિત થવા વાળા સિંગિંગ રીયાલીટી શો ઇન્ડીયન આઈડલ 11 માં જજ ના રૂપ માં નજર આવી રહી છે. વધારે કરીને નેહા કક્કડ ઇન્ડિયન આઈડલ માં અલગ અલગ કારણો થી ચર્ચા માં બની રહે છે. સિંગિંગ રીયાલીટી શો માં તેમનું ઈમોશનલ થવાનું, ગીતો ગાવાનું અને ફેશન સ્ટેટમેંટ પણ સામેલ છે. પણ આ વખતે નેહા ના ચર્ચા માં આવવાના કારણે બીજું જ કંઇક છે આ વખતે આ બાબત કંઇક અલગ છે. આ વખતે નેહા ના ચર્ચા માં આવવાના કારણે આદિત્ય નારાયણ છે. ઇન્ડીયન આઈડલ શો ને આદિત્ય નારાયણ હોસ્ટ કરી રહ્યા છે. શો ના દરમિયાન હંમેશા આદિત્ય નારાયણ ના સાથે તેમના મજેદાર મોમેન્ટસ દેખવા મળતા રહે છે.

આજકાલ સોશિયલ મીડિયા પર નેહા કક્કડ ના લગ્ન ની ખબર ચર્ચા માં બનેલ છે. ખબરો ના મુજબ બહુ જલ્દી નેહા કક્કડ ના લગ્ન આદિત્ય નારાયણ ની સાથે થવા જઈ રહ્યા છે. નેહા અને આદિત્ય ના લગ્ન ઇન્ડીયન આઈડલ 11 ના સેટ પર જ નક્કી થયા હતા. હમણાં માં ઇન્ડીયન આઈડલ ના સેટ પર આદિત્ય નારાયણ અને નેહા કક્કડ ના માતા પિતા આવ્યા હતા. અહીં પર આદિત્ય નારાયણ ના પિતા ઉદિત નારાયણ એ નેહા ને પોતાની વહુ બનાવવાની ઈચ્છા જાહિર કરી હતી. ત્યાં નેહા ના માતા પિતા પણ આ સંબંધ માટે તૈયાર થઇ ગયા.

ઇન્ડીયન આઈડલ ના સેટ પર સૌથી પહેલા આદિત્ય નારાયણ ની ફેમીઈલ ની જેમ નેહા ને શગુન આપવામાં આવ્યું. આ વચ્ચે આદિત્ય અને નેહા ના લગ્ન ની ડેટ પણ ફિક્સ કરી દેવામાં આવી. બન્ને ના પરિવાર એ એકસાથે મળીને આ ફિક્સ કરી દીધું કે તેમના લગ્ન 14 ફેબ્રુઆરી એ થશે. તેના પછી વિશાલ દહલાની એ નેહા ની મહેંદી ની તારીખ 1 ફેબ્રુઆરી ફિક્સ કરી દીધી છે. ઇન્ડીયન આઈડલ ના સેટ પર આદિત્ય અને નેહા ના લગ્ન ના કાર્ડ ના ફોટા પણ સામે આવી ગયા હતા. જે દિવસ આ ઘટના થઇ તે દિવસે શો પર અલકા યાગ્નિક પણ આવી ગઈ હતી અને તેમને આ બન્ને ના લગ્ન નક્કી થવાની ખુશી માં ગીતો પણ ગાયા હતા.

કેટલાક દિવસો પહેલા જ કુમાર સાનુ એ બોલીવુડ માં પોતાના 30 વર્ષ પુરા કર્યા. આ ખાસ મોકા પર કુમાર સાનુ ને ઇન્ડીયન આઈડલ 11 માં નિમંત્રિત કરવામાં આવી હતી. અહીં આવીને કુમાર સાનુ એ નેહા કક્કડ ને એક ખાસ ભેટ આપી. કુમાર સાનુ એ ઇન્ડીયન આઈડલ ના સેટ પર આદિત્ય નારાયણ ની તરફ થી નેહા ને લાલ ચુંદડી ઉપહાર માં આપી. નેહા એ પણ આ ચુંદડી ને લગ્ન નું શગુન માનીને સ્વીકાર કર્યો, કેટલાક દિવસો પહેલા નેહા અને આદિત્ય ના લગ્ન ને લઈને ઉદિત નારાયણ નું નિવેદન પણ આવ્યું હતું. ઉદિત નારાયણ એ કહ્યું હતું, ‘બન્ને બાળકો ની પહેલા જ સાથે જોડી બનાવવામાં આવી ચુકી છે. ટેલીવિઝન પર પણ સતત આ ખબરો આવી રહી છે. મને નેહા બહુ પસંદ છે. મને બહુ ખુશી થશે જો મારા ઘર માં કોઈ ફીમેલ સિંગર આવી જશે’ અમે તમને જણાવી દઈએ કે નેહા કક્કડ અને આદિત્ય નારાયણ ના લગ્ન ની આ કહાની એક મજાક ના રૂપ માં શરુ થઇ હતી. હવે દેખવા વાળી વાત આ છે કે નેહા સાચે નારાયણ પરિવાર ની વહુ બને છે અથવા શો ના પૂરો થવાની સાથે આ કહાની પણ પૂરી થઇ જાય છે.

Story Author: Team Anokho Gujju 

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.