માધુરી એ શેર કર્યા પોતાના જુના ફોટા, કેપ્શન માં લખ્યું- ‘રસ્તાઓ પર નજરો અને કદમ ઘર ના અંદર’

બોલીવુડ માં મોહિની તરીકે ફેમસ મધુરી દીક્ષિત બોલીવુડ ની ઓલ ટાઈમ ફેવરેટ અભિનેત્રી માંથી છે. તેમને એવરગ્રીન એક્ટ્રેસ પણ કહેવામાં આવે છે. તે એક એવી અભિનેત્રી છે જેને દરેક પેઢી ના લોકો પસંદ કરે છે. બોલીવુડની મશહુર અભિનેત્રીઓ માંથી એક માધુરી દીક્ષિતે પોતાની કારકિર્દીમાં બોલીવુડને ઘણી સારી ફિલ્મો ને આપી છે. તેમના ફેંસ આજે પણ તેમને તેટલો જ પ્રેમ કરે છે. તે બોલીવુડની તે સ્ટાર્સમાંથી એક છે જેમની ફેન ફોલોઇંગ ક્યારેય ઓછી થઈ નથી. આજકાલ માધુરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેમને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટા એકાઉન્ટ થી પોતાનો એક ફોટો શેયર કર્યો છે. આ ફોટા ના સાથે તેમણે એક ખાસ મેસેજ પણ લોકો ને આપ્યો. તો ચાલો આવો જાણીએ, માધુરી એ પોતાના કયા ફોટા શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

માધુરી દીક્ષિત એ શેર કર્યા જુના ફોટા

માધુરીએ પોતાની એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેયર કર્યો છે. જેમાં તે કેમેરાથી ખૂબ દૂર દેખાતી નજર આવી રહી છે. આ ફોટા ના સાથે તેમને લખ્યું છે – નજરો રસ્તાઓ પર, કદમ ઘરના અંદર, હેશટેગલોકડાઉનવાઇવ્સ હેશટેગપોસએન્ડરીવાઈન્ડ. અભિનેત્રી ના આ ફોટા પર તેમના ફેંસ ખૂબ જ લાઇક અને કોમેન્ટ કરી રહ્યા છે. ફોટો અપલોડ થવાના થોડાક કલાકો પછી આ ફોટામાં લાખો ની સંખ્યા માં લાઈક્સ આવ્યા છે. આ ફોટા અને મેસેજ લોકડાઉનમાં લોકોના હાલાત ની તરફ ઈશારો કરે છે. આ સમયે આપણી નજરો જરૂર રસ્તાઓ પર રહેશે, પરંતુ આપણાં કદમ ઘરના અંદર જ હોવા જોઈએ.

કોરોના થી લડવા માટે માધુરી એ દાન કર્યા 1 કરોડ રૂપિયા

તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિત અને તેમના પતિ શ્રીરામ નેને પીએમ કેયર્સ ફંડ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત કોષ માં આર્થિક સહાયતા આપી છે. તેની જાણકારી માધુરી એ પોતે ટ્વીટ કરીને આપી. તેમણે લખ્યું – આપણે બધાએ માનવતા માટે હાથ મિલાવવા જોઈએ. જેથી આ સંકટના સમયમાં આપણે જીતી શકીએ છીએ. તેના આગળ તેમણે લખ્યું, હું 1 કરોડ રૂપિયા પીએમ કેયર્સ ફંડ અને સીએમ રિલીફ ફંડ માં 1 કરોડ રૂપિયા દાન કરી રહી છું. આપણે બધા એક સાથે છીએ. અને આપણે બધા આ જંગ ને જીતીશું. માધુરી આગળ લખે છે, આપણે બધાએ તેમાં દાન આપવું જોઈએ, જેથી આપણે આપણા ભવિષ્યને સ્વસ્થ અને મજબુત બનાવી શકીએ. જય હિન્દ #indiafightscorona

માધુરી દીક્ષિત એ શરૂ કર્યા ફ્રી ડાન્સ ક્લાસીસ

માધુરી દીક્ષિતે સામાન્ય લોકો માટે ફ્રી ડાન્સિંગ ક્લાસ ઓપન કર્યા છે. માધુરી, કથક સમ્રાટ કહેવાવા વાળા બિરજુ મહારાજ અને સરોજ ખાન, ટેરેન્સ લૈરીસ અને રેમો ડીસુજા જેવા કોરિયોગ્રાફર્સ ના સાથે મળીને લોકો ને મફતમાં ડાન્સ શીખવી રહ્યા છે. તમે ડાન્સવિથમાધૂરીડોટકોમ પર પણ તમે ડાન્સ ફ્રી માં શીખી શકો છો. તે બધા માટે ફ્રી છે.

માધુરી બોલીવુડમાં પોતાના ખાસ અભિનય માટે ઓળખાય છે. તેમની પહેલી ફિલ્મ 1984 માં આવી જેનું નામ અબોધ હતું. તેમને બોલીવુડ ના ઘણી સારી ફિલ્મો તેજાબ, રામ લખન, દિલ, દેવદાસ જેવી બોલીવુડની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં તેમને શાનદાર અભિનય કર્યો. તે બોલીવુડમાં મોહિની તરીકે પણ ઓળખાય છે. તેજાબ ફિલ્મ નું ગીત, એક દો તીન તેમના ફેંસ ના દિલમાં આજે પણ તાજું છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.