48 વર્ષ ના થયા કોમેડી કિંગ રાજપાલ યાદવ, ગરીબી માં પસાર થયું બાળપણ પરંતુ એક્ટિંગ માટે નોકરી ને દેખાડી દીધો હતો ઠેંગો

ગરીબી માં બાળપણ પસાર કર્યું, પરંતુ એક્ટર બનવાનું સ્વપ્ન રાજપાલ એ કોઈ પણ હાલ માં ના છોડ્યું, ઘણી ફિલ્મો માં દેખાડી ચુક્યા છે કોમેડી નું હુનર

બૉલીવુડ માં કોમેડી કરવા વાળા જોની લીવર અને પરેશ રાવલ ના સિવાય કોઈ બીજા નું નામ સામે આવે છે તો તે છે રાજપાલ યાદવ. હમણાં માં રાજપાલ યાદવ એ પોતાનો 48 મો જન્મદિવસ મનાવ્યો છે. યુપી ના શાહજહાંપૂર માં જન્મેલ રાજપાલ એ ઘણી ફિલ્મો માં કામ કર્યું છે. હમણાં માં તેમની ફિલ્મ ટોટલ ધમાલ રિલીઝ થઇ છે જે બોક્સ ઓફીસ પર સારું પ્રદર્શન કરી રહી છે. રાજપાલ એ બૉલીવુડ માં ખુબ મહેનત પછી આ મુકામ મેળવ્યો અને પોતાના ગજબ ની કોમિક ટાઈમિંગ ના ચાલતા તે દર્શકો ના દિલો માં વસી ગયા.

અભ્યાસ માં નહોતું લાગતું મન

રાજપાલ યાદવ નું બાળપણ બહુ જ ગરીબી માં પસાર થયું. તેમના પિતા ખેડૂત હતા અને ખેતી થી જ 6 બાળકો નું પાલનપોષણ કરતા હતા. રાજપાલ યાદવ ના અંદર અભ્યાસ ને લઈને કોઈ પણ દિલચસ્પી નહોતી આ કારણે ક્લાસ માં તેમની ઘણી પીટાઈ પણ થતી હતી. હા કોઈ પ્રકારે તેમને પોતાનો અભ્યાસ પૂરો કરી લીધો અને ઈંટર ની પરીક્ષા પાસ કર્યા પછી એક ફેક્ટરીમાં ટેલરીંગ નું કામ શરુ કરી દીધું હતું, પરંતુ તેમની મંજિલ તો બૉલીવુડ હતી. કામ માં પણ તેમનું મન ના લાગ્યું અને તેમને નાટક માં કામ કરવાનું શરુ કરી દીધું.

એક ઈન્ટરવ્યૂ માં રાજપાલ જણાવે છે કે તેમના પિતા એ આ આશા ની સાથે ગામ ના સ્કુલ માં નિકાળીને શહેર ના સ્કુલ માં તેમનું નામ લખાવ્યું હતું કે તે કંઈક અભ્યાસ કરી લેશે. શહેર ની સ્કુલ લઇ જવા માટે ટ્રક પણ આવ્યા કરતી હતી. એક વખત ભૂલથી તેમની ટ્રક પણ છૂટી ગઈ તો 65 કિમિ સુધી સાયકલ ચલાવીને તે ઘરે પહોંચ્યા હતા. રાજપાલ યાદવ એ જણાવ્યું કે ઇન્ટર પાસ કર્યા પછી 1989 થી 1991 સુધી ક્લોથ ફેક્ટરી માં ટેલરીંગ નું કામ કર્યું હતું.

પહેલા નાટક ના પૈસા ના મળ્યો હતો ધોખો

તેમને એક્ટિંગ ફિલ્સ માં જવાનો શોખ પુરો કરવા માટે 1994 માં લખનઉ યુનિવર્સિટી થી ગ્રેજ્યુએશન કર્યું અને પછી એનએસડી માં એડમિશન લીધું. આ દરમિયાન તેમને એક નાટક માં કામ કરવાની તક મળી. નાટક કર્યું તો પૈસા મળ્યા 3300 રૂપિયા, પરંતુ સિનિયર એ 2200 પોતે રાખીને 1100 પકડાવી દીધા.

એક્ટિંગ માં તેમનો જીવ વસતો હતો. એનએસડી માં અભ્યાસ કરવાના દરમિયાન તેમને 20 હજાર રૂપિયા ની સેલરી પર નોકરી પણ ઓફર થઇ. પરંતુ પોતાના એક્ટિંગ ના શોખ ને પૂરો કરવા માટે તેમને તે નોકરી પણ ઠુકરાવી દીધી હતી. તેના પછી દિલ્લી થી મુંબઈ આવી ગયા. બહું સ્ટ્રગલ કર્યું, ઓડિશન આપ્યું અને પછી એક સિરિયલનું કામ મળ્યું. તેમને એક એપિસોડ ના એક હજાર રૂપિયા મળતા હતા.

ના છોડ્યું એક્ટર બનવાનું સ્વપ્ન

તેના પછી 1999 માં ફિલ્મ મસ્ત અને શૂલ માં નાના નાના રોલ પ્લે કરવાનું મળ્યું. રાજપાલ યાદવ ને ઓળખાણ મળી ફિલ્મ જંગલ થી જેમાં તેમને આતંકવાદી નો રોલ નિભાવ્યો. તેના પછી તેમને સતત સારી ફિલ્મો મળતી રહી. ચુપ ચુપ કે, ભૂલ ભૂલૈયા, માલામાલ વિકલી જેવી ફિલ્મો થી તેમને પોતાની ઓળખાણ બનાવી લીધી.

રાજપાલ ની એક ખુબસુરત પત્ની છે રાધા અને બન્ને ની બે દીકરીઓ છે. રાજપાલ ની એક દીકરી તેમની પહેલી પત્ની કરુણા થી છે. જ્યોતિ ના જન્મ ના સમયે તેમની માં નું મૃત્યુ થઇ ગયું. રાજપાલ તો પોતાની દીકરી જ્યોતિ ના લગ્ન કુંડરા માં એક બેન્કર થી કરાવી ચુક્યા છે. જણાવી દઈએ કે રાજપાલ યાદવ જેલ ની સજા પણ કાપી ચુક્યા છે. તેમનો 5 કરોડ ની ચેક બાઉન્સ થઇ ગયો હતો જેના પછી તેમને ત્રણ મહિના ની સજા સંભળાવી હતી. હમણાં તે જેલ થી બહાર છે અને બહુ જલ્દી ચંદીગઢ અમૃતસર ચંદીગઢ ફિલ્મ માં નજર આવશે.

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.