‘કભી ખુશી કભી ગમ’ ને લઈને કરણ જોહર નો મોટો ખુલાસો, કહ્યું- આ મારા ચહેરા પર એક જોરદાર લાફો છે

કરણ જોહર બોલીવુડ ના પ્રખ્યાત નિર્માતા અને નિર્દેશક છે. આ પોતાના કેરિયર માં બહુ બધી સારી ફિલ્મો નું નિર્માણ કરી ચુક્યા છે. કરણ જોહર ને તેમની પહેલી જ ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ માટે બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ સ્ક્રીનપ્લે નો ફિલ્મફેયર એવોર્ડ આપવામાં આવ્યો હતો. કરણ જોહર ની બીજી ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ હતી. આ ફિલ્મ વર્ષ 2001 ડીસેમ્બર માં રીલીઝ થઇ હતી. આ ફિલ્મ ને રીલીઝ થયે 18 વર્ષ વીતી ગયા છે અને હવે એક ઈન્ટરવ્યું ના દરમિયાન કરણ જોહર એ કહ્યું કે ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ તેમના જીવન ની સૌથી મોટું ભૂલ હતી. કરણ જોહર એ કહ્યું કે તેમની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ તેમના મોં પર એક બહુ મોટો લાફો છે. કરણ જોહર કહે છે કે ‘મને એવું લાગતું હતું કે મેં ‘મુગલ-એ-આજમ’ પછી થી આમીર ખાન ની ફિલ્મ ‘લગાન’ અને ફરહાન અખ્તર ની ફિલ્મ ‘દિલ ચાહતા હે’ સુધી હિન્દી ફિલ્મ જગત ની સૌથી મોટી ફિલ્મ નું નિર્માણ કરી રહ્યો છું.

કરણ કહે છે કે તેમનો ઉદ્દેશ્ય આ ફિલ્મ માં બોલીવુડના મોટા મોટા સ્ટાર્સ ને લેવાનો હતો. કરણ જોહર એ જણાવ્યું કે જયારે આ ફિલ્મ નું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે તેમને એવું લાગી રહ્યું હતું કે તે હિન્દી ફિલ્મ જગત સૌથી સારી અને યાદગાર ફિલ્મ બનાવી રહ્યા છે, જેને લોકો ક્યારેય પણ ભૂલી નહિ શકે.

કરણ જોહર એ પોતાની આ ફિલ્મ માં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શાહરૂખ ખાન, કાજોલ, ઋત્વિક રોશન, કરીના કપૂર અને રાની મુખર્જી જેવા મોટા મોટા સિતારાઓ ને લીધા હતા. કરણ એ કહ્યું આ ફિલ્મ સ્ટોરીલાઈન ‘કભી કભી’ થી લેવામાં આવી હતી. અને ફેમીલી વેલ્યુઝ ‘હમ આપકે હે કૌન’ થી લેવામાં આવ્યું હતું. તેમને જણાવ્યું કે સમીક્ષા અને પુરસ્કારો ના મામલા માં ફિલ્મ ને મળેલ ખરાબ રીવ્યુ થી તે બહુ વધારે હેરાન થઇ ગયા હતા.

કેટલાક દિવસો પહેલા જ કરણ જોહર એ પોતાની હોરર ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીજ’ ના નકારાત્મક રિસ્પોન્સ પર આ નિવેદન આપ્યું હતું કે, ‘આ મારા ફિલ્મી કેરિયર ની પહેલી અને છેલ્લી હોરર ફિલ્મ છે. હવે હું આગળ કોઈ પણ હોરર ફિલ્મ નું નિર્માણ નહિ કરું. મને હોરર ફિલ્મો દેખવાનું બિલકુલ પસંદ નથી. તો હું એવી ફિલ્મો નું નિર્માણ કેવી રીતે કરી શકું છું.’ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના મશહુર ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહર એ પોતાની ફિલ્મો થી બોલીવુડ માં ધમાલ મચાવેલ છે. પણ કેટલાક દિવસો પહેલા જ તેમની ટ્વીટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. આ ટ્વીટ માં કરણ એ પોતાના દીકરા યશ જોહર થી જોડાયેલ એક બહુ ખાસ વાત જણાવી છે. કરણ જોહર એ પોતાના ટ્વીટ માં ફેંસ ને જણાવ્યું કે તેમના દીકરા એ તેમને નામ કરણ જોહર ની જગ્યાએ કરણ જોકર કહીને બોલાવ્યા. એટલું જ નહિ, તેમના દીકરા તેમને ઈન્સ્ટાગ્રામ પર ફોલો પણ કરે છે. કરણ જોહર ની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બનેલ છે. બધા ફેંસ જોરદાર તેમના પર કોમેન્ટ કરી રહ્યા છે.

જો વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો થોડાક દિવસો પહેલા કરણ જોહર એ અક્ષય કુમાર ની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ ને પ્રોડ્યુસર કરી હતી. જેને સિનેમાઘર માં ખુબ ધૂમ મચાવી રાખી છે. આ ફિલ્મ ધરમાં પ્રોડક્શન ના બેનર તળે બનાવેલ છે. ફિલ્મ ગુડ ન્યુઝ અત્યાર સુધી 190 કરોડ રૂપિયા નું કલેક્શન કરી ચુકી છે. ફિલ્મ ગુડ ન્યુઝ માં અક્ષય કુમાર ના સાથે કરીના કપૂર, દીલજીત દોસાંજ અને કીયારા અડવાની મુખ્ય ભૂમિકા માં છે. તેના સિવાય આજકાલ કરણ જોહર તખ્ત, દોસ્તાના 2 અને બ્રહ્માસ્ત્ર ફિલ્મને પણ પ્રોડ્યુસ કરી રહ્યા છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.