અભિષેક બચ્ચન ના કારણે કરણ જોહર નથી મનાવતા હોળી નો તહેવાર

અભિષેક એ કરણ જોહર ની સાથે કરી હતી એવી હરકત કે આજ સુધી હોળી નથી મનાવતા કરણ જોહર

પુરા દેશ માં હોળી ની ઘૂમ છે. દરેક તરફ બજારો રંગો થી સજેલા છે બધા લોકો ઘરો માં સરાબોર છે હોળી ની તૈયારીઓ માં. વાત કરીએ બોલીવુડ ની તો સેલેબ્સ પણ હોળી જોરદાર મનાવે છે. પરંતુ બોલીવુડ ના એક ફેમસ ડાયરેક્ટર છે જે હોળી થી બહુ દુર રહે છે. હંમેશા પાર્ટી કરવા વાળા કરણ જોહર ને હોળી નો તહેવાર મનાવવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી.

 જણાવી દઈએ કે કરણ જોહર ના હોળી ના મનાવવાના પાછળ એક કારણ છે, કરણ જોહર ની સાથે બાળપણ માં એવું કંઇક થયું હતું જે કારણે તેમને હોળી જ રમવાની છોડી દીધી. કરણ જોહર એ એક ઈન્ટરવ્યું માં હોળી ના રમવાના પાછળ નું કારણ જણાવ્યું હતું. તેમને કહ્યું હતું, ‘જ્યારે હું 10 વર્ષ નો હતો ત્યારે અમે અમિતાભ બચ્ચન ની હોળી પાર્ટી માં જતા હતા. મને રંગો ની સાથે હોળી રમવાનું ખાસ પસંદ નહોતું.’

કરણ એ આગળ જણાવ્યું, ‘હોળી ના દિવસે જેવું જ હું અમિતાભ બચ્ચન ના ઘરે પહોંચતો હતો તો અભિષેક મને પુલ માં ધક્કો આપી દેતા હતા. આ ઘટના થી હું એટલો સહમી ગયો હતો કે મેં તેના પછી ક્યારેય હોળી ના રમી.’ જણાવી દઈએ કે અભિષેક અને કરણ જોહર બાળપણ થી જ ઘણા સારા મિત્ર છે. ત્યાં કરણ એ બાળપણ ની એક બીજી ઘટના શેયર કરી તેમને જણાવ્યું કે જ્યારે તે નાના હતા તો એક વખતે તેમની કોલોની ના બાળકો તેમને રંગ લગાવવાની કોશિશ કરી રહ્યા હતા અને પોતાને બચાવતા નીચે પડી ગયા હતા, જેના પછી તેમને ક્યારેય હોળી ના રમી.

જણાવી દઈએ કે જલ્દી જ કરણ જોહર ની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ દ યર નો બીજો પાર્ટ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ થી તે અનન્યા પાંડે નું તે બોલીવુડ માં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મ માં અનન્યા ની સાથે ટાઈગર શ્રોફ, તારા સુતારીયા, હિમાંશુ કોહલી પણ નજર આવશે. આ ફિલ્મ નું નિર્દેશન પુનીત મલ્હોત્રા કરી રહ્યા છે. જણાવી દઈએ આ ફિલ્મ ના પહેલા પાર્ટ માં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા એ બોલીવુડ માં ડેબ્યુ કર્યું હતું.

વાત કરીએ ફિલ્મ ની રીલીઝ ડેટ ની તો સુત્રો ની માંનીએ તો, માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ની રીલીઝ ની તારીખ ને અક્ષય કુમાર અને રજનીકાંત સ્ટારર ફિલ્મ ‘2.0’ થી ટકરાવ થી બચવા માટે આગળ વધારવામાં આવી રહ્યું છે, જે 29 નવેમ્બર એ રીલીઝ થઇ રહી છે.’ હવે દેખવાનું એ થશે કે ફિલ્મ નો પહેલો પાર્ટ દર્શકો ને જેટલો પસંદ આવ્યો હતો બીજો પાર્ટ પણ તેટલો જ પસંદ આવે છે કે નહિ. સાથે જ અનન્યા પાંડે નું બોલીવુડ માં ડેબ્યુ લોકો ને કેટલું પસંદ આવે છે.

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.