બૉલીવુડ માં ના ટકી શક્યા હિટ ફિલ્મ માંથી ડેબ્યુ કરનારા આ 10 સિતારાઓ,એક એ તો આપી હતી બ્લોકબસ્ટર.

સ્કૂલ ના દિવસો માં મારી એક ફ્રેન્ડ હતી જે હંમેશા ફર્સ્ટ આવતી હતી.સ્કૂલ ના બધાજ ટીચર્સ અને સ્ટુડન્ટ તેના વખાણ કરતા હતા.તે જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેની રેન્કિંગ ઘટતી ગઈ.ધીરે ધીરે તે ટોપ માંથી બિલકુલ નીચે આવતી ગઈ.12 માં સુધી તો તેનું નામ કલાસ ના સૌથી નબળા વિદ્યાર્થીઓ માં શામિલ થઈ ગયું.હવે એને કોઈ ઓળખતું નહિ.આવુજ થયું છે બૉલીવુડ ના અમુક એક્ટર્સ સાથે.બૉલીવુડ ના આ સિતારાઓ કે જેની પહેલી ડેબ્યુ ફિલ્મ સુપર હિટ રહી પણ તેઓનું કેરિયર બોલિવૂડ માં બની શક્યું નહીં.આજે અમે તમને એવાજ કેટલાક સિતારાઓ સાથે પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ.

ભૂમિકા ચાવલા

ભૂમિકા ચાવલા સલમાન ખાન સાથે ફિલ્મ ‘તેરે નામ’ માં જોવા મળી હતી.તે તેની પહેલી ડેબ્યુ ફિલ્મ હતી.ભૂમિકા ની પહેલી ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી અને તે રાતોરાત સ્ટાર બની ગઈ.પણ આ ફિલ્મ પછી તેને બીજી કોઈ સારી ફિલ્મ મળી નહીં અને એક બે ફિલ્મ માં કામ કર્યા પછી તે સાઈડ રોલ માં જોવા મળી.હવે ઘણા વર્ષો થી તે ફિલ્મ માં જોવા મળી જ નથી.

ગ્રેસી સિંહ

ગ્રેસી સિંહે તેની બોલિવૂડ કરિયર ની શરૂઆત બ્લોકબસ્ટર ફિલ્મ ‘લગાન’ સાથે કરી હતી.આ ફિલ્મ વર્ષ 2001 માં આવી હતી.આ પછી તે સંજય દત્ત ની સાથે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ માં પણ નજરે આવી હતી. આ બે ફિલ્મો સિવાય તેને બૉલીવુડ માં કોઈ ખાસ સફળતા મળી નથી.છેલ્લી વાર તે 2013 માં આવેલી ફિલ્મ ‘બ્લ્યુ માઉન્ટેન’ માં જોવા મળી.

હિમેશ રેશમિયા

એક સમયે લોકો હિમેશ રેશમિયા ના ગીતો પાગલો ની જેમ સાંભળતા હતા.ઘણા લોકો એ તો એની સ્ટાઇલ ને પણ કોપી કરવાની શરૂ કરી દીધી હતી.હિમેશ રેશમિયા ની ફિલ્મ ‘આપકા શુરૂર’ બોક્સ ઓફીસ પર હિટ રહી પણ તેની પછી ની ફિલ્મો ફ્લોપ રહી.

ગાયત્રી જોશી

ગાયત્રી જોશી વર્ષ 2004 માં શાહરુખ ખાન સાથે ની ફિલ્મ ‘પરદેશ’ માં જોવા મળી હતી.સ્વદેશ હિન્દી ફિલ્મ જગત ની સૌથી હિટ ફિલ્મ હતી.આ ફિલ્મ માં તેણે ખુબજ સાદી અને ભણેલી ગણેલી છોકરી નો રોલ નિભાવ્યો હતો જે ગામ માં રહી અને બાળકો ને ભણાવે છે.તે ગાયત્રી ની પહેલી અને છેલ્લી ફિલ્મ હતી.

સોનલ ચૌહાણ

સોનલ ચૌહાણે તેના ફિલ્મ કરિયર ની શરૂઆત ઇમરાન હાશ્મી સાથે ની ફિલ્મ ‘જન્નત’ સાથે કરી હતી.તેની આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.પણ તે પછી તે હિટ ફિલ્મો આપવામાં અસફળ થઈ અને ઇન્ડસ્ટ્રી માંથી દુરી બનાવી લીધી.

શમિતા શેટ્ટી

શમિતા શેટ્ટી શિલ્પા શેટ્ટી ની નાની બહેન છે.શમિતા એ તેના ફિલ્મ કરિયર ની શરૂઆત વર્ષ 2000 માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘મોહબત્તે’ થી કરી હતી.જોકે તે મલ્ટીસ્ટાર ફિલ્મ હતી પણ લોકો એ શમિતા નું કામ પસંદ કર્યું હતું.તે પછી તેણે બીજી ફિલ્મો માં કામ કર્યું પણ તેને અસફળતા પ્રાપ્ત થઈ.છેલ્લી વાર તે 2007 માં આવેલ ફિલ્મ ‘હરી પુત્તર’ માં જોવા મળી હતી.

પાઓલી દામ

પાઓલી દામ બંગાળ ની મશહૂર અભિનેત્રી છે.પાઓલિએ હિલ્મ ‘હેટ સ્ટોરી’ માં તેના જલવા દેખાડ્યા હતા.તેણે એ ફિલ્મ માં બોલ્ડ સીન્સ આપ્યા હતા જેના કારણે ફિલ્મ ની ટીઆરપી વધી હતી અને ફિલ્મ સુપરહિટ રહી.એ પછી તેને ખાસ સફળતા મળી નહીં.

ભાગ્યશ્રી

ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ થી બધા ના દિલો માં જગ્યા બનાવવા વાળી ભાગ્યશ્રી એક ખુબજ સુંદર અભિનેત્રી છે.ભાગ્યશ્રી અને સલમાન ની આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.એક ફિલ્મ કર્યા પછી તે ફિલ્મો માંથી ગાયબ જ થઈ ગઈ અને તેજ સલમાન ખાન આજે બોલિવૂડ ના સુપરસ્ટાર છે.

ઉપેન પટેલ

અબ્બાસ મસ્તાન ની ફિલ્મ ’36 ચાઇના ટાઉન’ થી બૉલીવુડ માં ડેબ્યુ કરવાવાળી ઉપેન પટેલ ને બેસ્ટ ડેબ્યુ આઇફા એવોર્ડ મળ્યો હતો.આ ફિલ્મ બોક્સ ઓફીસ પર હિટ રહી હતી.આ પછી ઉપેન ને કઈ ખાસ સફળતા મળી નહિ.

સ્નેહા ઉલ્લાલ

સ્નેહા ઉલ્લાલ એ સલમાન ખાન સાથે હિટ ફિલ્મ ‘લકી : નો ટાઈમ ફોર લવ’ થી પોતાના બૉલીવુડ કરિયર ની શરૂઆત કરી.સ્નેહા ને બૉલીવુડ માં સલમાન ખાન લઈ ને આવ્યા હતા.સ્નેહા ની તુલના એ સમયે ઐશ્વર્યા રાય સાથે કરવામાં આવતી હતી.ફિલ્મ માં સારી એક્ટિંગ કર્યા પછી પણ તેને બૉલીવુડ માં કઈ ખાસ સફળતા મળી નહિ.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.