જે સિરિયલે બનાવી સ્ટાર એને જ લઈને હિના ખાને કરી આ વાત,સોશ્યલ મીડિયા પર ખુબજ થઈ રહી છે ટ્રોલ

બિગ બોસ 11 માં રનર અપ રહેનારી હિના ખાન નાના પડદાની એક પ્રખ્યાત અભિનેત્રી છે. હિના ખાનને સ્ટાર પ્લસ પરની સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ થી લોકપ્રિયતા મળી. આ સીરીયલ બાદ તે દરેક ઘરમાં અક્ષરા તરીકે જાણીતી થઈ. હિનાએ ‘કસૌટી જિંદગી કી 2’માં કોમોલિકા ભજવી હતી, પરંતુ તેની આગામી ફિલ્મ’ લાઇન્સ’ને કારણે તેણે આ શો છોડી દીધો હતો.

તાજેતરમાં જ હિનાની ફિલ્મ ‘હેકડ’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે, જેને દર્શકોને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. જો કે આ પહેલા તે ‘ડેમેજેડ’ નામની વેબ સિરીઝમાં દેખાશે. એમ કહેવું ખોટું નહીં થાય કે આ દિવસોમાં હિનાના સ્ટાર્સ ઉંચાઇ ઓ પર છે, પરંતુ જે સિરિયલ થી તે સ્ટાર બની છે, તે વિશે તેણે કેટલીક વાતો કહી છે જેને લોકો સમજી નથી રહ્યાં.

દાદી-નાની બની ગઈ હોત

તાજેતરમાં હિનાએ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જ્યાં તેણે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, ‘હું આગળ વધવા માંગતી હતી કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા માંગતી હતી. જો હું આજે પણ તે શો કરી રહી હોત, તો દાદી અથવા નાની કંઈક બની ગઈ હોત. સિરીયલમાં હતી ત્યાં સુધીમાં, હું સેટ અને ઘરને માત્ર બે જ જગ્યાઓ જાણતી હતી. પરંતુ તે છોડ્યા પછી, હું જાણતી થઈ છું કે હું શું કરી શકું છું.

બિગ બોસે આપી ઓળખાણ

હિનાએ વધુમાં કહ્યું કે, ‘મને લાગે છે કે બિગ બોસ એ શો છે જેણે મને એક અલગ ઓળખ આપી. તે શો મારા માટે ખૂબ સારી જગ્યા બનાવી. મેં 8 વર્ષ સુધી કામ કર્યા પછી શો છોડી દેવાનું નક્કી કર્યું અને મને લાગે છે કે આ નિર્ણય મારો શ્રેષ્ઠ નિર્ણય હતો. હું કોઈ પાત્રમાં બંધાયેલી બનવા નથી માંગતી, તેથી હું આવા પાત્રની ભૂમિકા ભજવવા માંગું છું, જેમાં મારી જુદી જુદી પ્રતિભા જોવા મળે છે. દર્શકોએ જાણવું જોઇએ કે હિના ખાન કોમેડી, રોમાંચક, નાટક, હોરર, રોમાંસ બધા રોલ કરી શકે છે.

જ્યારે ડ્રેસિંગ સેન્સની ચર્ચા કરવામાં આવી ત્યારે હિનાએ કહ્યું કે, મેં સતત આઠ વર્ષો સુધી ઘાઘરા ચોળી, સલવાર સૂટ અને સાડી પહેરીને જ રહેતી તેથી મને બીજી વસ્તુઓ પહેરવાની તક મળી નહીં. હું અંદરથી ઇચ્છતી હતી કે મારે સલવાર, સૂટ, સાડી, ઘાઘરા પહેરવાની જરૂર નથી અને મારું આ સપનું બિગ બોસ મળ્યા પછી પૂરું થયું.

લોકો એ કરી ટ્રોલ

જ્યારે કેટલાક લોકો હિનાના આ ઇન્ટરવ્યુને પસંદ કરે છે, તો કેટલાક લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે. તે કહી રહી છે કે તે આ સિરિયલ વિશે આ બધું કેવી રીતે બોલી શકે છે, જેણે તેને દરેક ઘર માંથી માન અપાવ્યું હતું. કેટલાક લોકોનું માનવું છે કે જો હિના ‘અક્ષરા’ ના ભજવી હોત તેના માટે અહીં પહોંચવું મુશ્કેલ હતું.

તેની આગામી વેબ સિરીઝ ‘ડેમેજડ’ વિશે વાત કરતાં હિનાએ કહ્યું કે આ તેની પહેલી વેબ સિરીઝ હશે. આમાં તેનું પાત્ર એક એવી યુવતીનું છે જે ધૂમ્રપાન કરે છે અને આખો સમય દારૂ પીવે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે આ બધુ પસંદ નથી કરતી. આવી સ્થિતિમાં હિના માટે આ પાત્ર પડકારજનક હતું.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.