શહનાજ ને દેખીને રોમેન્ટિક થયા સિદ્ધાર્થ શુક્લા, સવારે 7 વાગ્યા સુધી થામીને રહ્યા શહનાજ નો હાથ, ફોટા થયા વાયરલ

બીગ બોસ 13 ની ફેમસ જોડી સીડનાજ એટલે સિદ્ધાર્થ શુક્લા શહનાજ કૌર ગીલ આજે પણ ફેંસ ના વચ્ચે ઘણું લોકપ્રિય છે. બીગ બોસ માં આ બન્ને ની જોડી દર્શકો ને બહુ પસંદ આવી હતી. ખાસ કરીને સિદ્ધાર્થ નું રુઠવાનું અને શહનાજ નું મનાવવાનું બહુ જ ક્યુટ લાગતું હતું. તેમની એકબીજા માં ઘણી વખત લડાઈ પણ થતી હતી પરંતુ તો પણ પ્રેમ પણ થઇ જતો હતો. બીસ બોસ ના પુરા થઇ ગયા પછી સીડનાજ ના ફેંસ તેમને એક સાથે દેખવા માટે તરસી ગયા હતા. એવામાં હવે આ ફેંસ માટે એક મોટી ખુશખબરી છે.

હકીકતમાં, આ દિવસો સિદ્ધાર્થ અને શહેનાઝની એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં સિદ્ધાર્થ શુક્લા પોતાની ખાસ મિત્ર શહનાઝ ગિલનો હાથ પકડતા નજર આવી રહ્યા છે. આ નજારો દેખવા માટે ખૂબ રોમેન્ટિક પણ છે. વરસાદનું દ્રશ્ય છે, સીડનાજ પલળેલ છે અને એકબીજાનો હાથ પકડેલ છે. તેના સાથે જ બંને આંખોમાં આંખો નાંખીને એકબીજાને પ્રેમથી નિહારી રહ્યા છે. આ ફોટા સીડનાઝના ચાહકોનું દિલ જીતી રહ્યા છે.

આ ફોટો જોઇને તમે પણ આ વિચારતા જ હશો કે છેવટે આ ચક્કર શું છે? શું સિદ્ધાર્થ અને શહનાઝ રીયલ લાઇફ કપલ તો નથી બની ગયા? તો ચાલો અમે આ રહસ્ય પર થી પણ ઉઠાવી દઈએ. ખરેખર, આ ફોટા સિદ્ધાર્થ અને શહેનાઝ ના એક આગામી મ્યુઝિક વીડિયોની ઝલક છે. આ બંને મડ આઇલેન્ડ પર આ મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે માહિતી આપી હતી કે સિદ્ધાર્થ અને શહનાઝ 15 માર્ચે સવારે 7 વાગ્યા સુધી વરસાદમાં શૂટિંગ કરી રહ્યા હતા.

બીજી તરફ, સિદ્ધાર્થ અને શાહનાઝને આ રોમેન્ટિક અંદાજ માં દેખીને ફેંસ ખૂબ જ ખુશ થઇ રહ્યા છે. ફેંસ નું ધૈર્ય તૂટી રહ્યું છે. તેઓ સીડનાઝને શક્ય તેટલી વહેલી તકે રોમાંસ કરતા જોવા માંગે છે. જો કે, હાલમાં આ મ્યુઝિક વીડિયો ક્યારે રજૂ થશે તે અંગે કોઈ માહિતી નથી. મળતી માહિતી મુજબ આ મ્યુઝિક વીડિયો ને કૌશલ જોશી પ્રોડ્યુસ કરી રહ્યા છે, જ્યારે તેનું ગીત દર્શન રાવલે ગાયું છે.

મહત્વની વાત એ છે કે બિગ બોસમાં સિદ્ધાર્થ અને શહનાઝ ના વચ્ચેની નિકટતાને જોઈને બધાને આશા હતી કે બહાર આવ્યા પછી પણ આ બંને રીયલ લાઈફ કપલ બની જશે. જો કે, આવું બન્યું નથી. સિદ્ધાર્થે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે અત્યારે પણ સિંગલ છે અને તેમનો હમણાં લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી.

બિગ બોસમાં પણ શાહનાઝ સિદ્ધાર્થના પ્રેમમાં પાગલ દેખાતી હતી. તે શો ના અંદર ઘણી વખત પોતાના પ્રેમ નો ઇજહાર પણ કરી ચુકી હતી, પરંતુ સિદ્ધાર્થ નું આ કહેવાનું હતું કે તે અને શહનાઝ ફક્ત સારા મિત્રો છે. આવી સ્થિતિમાં, આપણે એમ પણ કહી શકીએ કે તે એક તરફી પ્રેમ હતો. હવે જોવા મળશે કે સિદ્ધાર્થ અને શાહનાઝ વચ્ચે આ ખાસ સંબંધ ભવિષ્યમાં પણ ચાલુ રહે છે કે નહિ. અત્યારે શહેનાઝ ‘મુઝ સે શાદી કરોગે’ નામના રિયાલિટી શોમાં નજર આવી રહી છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.