ફેંસ થી મળ્યા બહુ બધા ગીફ્ટસ તો ભાવુક થયા સિદ્ધાર્થ શુક્લા, ગીફ્ટ ને બેડ પર સજાવીને કહી આ વાત

બિગ બોસની 13 મી સીઝન પૂરી થવાને લાંબો સમય વીતી ગયો છે. આ શો પૂરો થયો હોવા છતાં, શો દરમિયાન જે પ્રકારનું ડ્રામા જોવા મળ્યો હતો અને જેટલું મનોરંજન કરવામાં આવ્યું હતું, તેમની યાદો બિગ બોસના ફેંસમાં આજે પણ જીવંત છે. જ્યારે બિગ બોસ ચાલી રહ્યું હતું ત્યારે બિગ બોસનો વિજેતા સિદ્ધાર્થ શુક્લાની લોકપ્રિયતા જોવા મળી રહી હતી. તેમની ફેન ફોલોવિંગ પણ ખૂબ મોટી હતી. હવે જ્યારે બિગ બોસ પૂરું થઇ ગયું છે, ત્યારે તેમની ફેન ફોલોવિંગ તે પ્રકારની બનેલ છે અને તેમની લોકપ્રિયતા માં કોઈ કમી દેખવા નથી મળી રહી.

સિદ્ધાર્થ શુક્લાના ફેંસ અત્યારે પણ તેમને ખૂબ પસંદ કરે છે અને તેમના તરફ દીવાનગી તેમના ફેંસ ના વચ્ચે કંઇક એ પ્રકારની છે કે તાજેતરમાં જ પોતાના ફેંસ તરફથી ઘણી બધી ગીફ્ટ પણ મળી છે. પોતે સિદ્ધાર્થ શુક્લાએ આ વાતનો ખુલાસો કર્યો છે. ફેંસ એ જે સિદ્ધાર્થ શુક્લા ને ગીફ્ટસ મોકલી છે, તેનો આભાર પણ સિદ્ધાર્થ શુક્લાએ બહુ જ ખાસ અંદાજ માં કર્યો છે.

સિદ્ધાર્થ શુક્લાના કહેવા પ્રમાણે, તેમના ફેંસએ તેમને જે પ્રેમ આપ્યો છે તેનાથી તેઓ અભિભૂત થઈ ગયા છે. આટલો બેશુમાર પ્રેમ ફેંસ થી મળ્યા પછી સિદ્ધાર્થ શુક્લાએ તેમનો આભાર માનવાની એક અનોખી રીત અપનાવી છે. તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થી એક ફોટો શેયર કર્યો છે. આ ફોટામાં તે જોવા મળી રહ્યું છે કે તેમને તેમના બેડ પર ફેંસ તરફથી મળેલ ઘણી બધી ગીફ્ટસ ની સજાવટ કરી છે. આ ભેટોમાં મગ, ફ્રેમ્સ, ગુડીઝ અને ટી-શર્ટ વગેરે દેખવા મળી રહ્યા છે. બેડ ના એક ખૂણા માં સિદ્ધાર્થ શુક્લા પોતે પણ બેસેલ નજર આવી રહ્યા છે અને સરસ સ્માઈલ પણ આપી રહ્યા છે. ગીફ્ટસ ની તરફ હાથ દેખાડીને તે જણાવવાની કોશિશ કરી રહ્યા છે કે આ ઉપહાર તેમને પોતાના ફેંસ થી મળ્યા છે.

આ ફોટા પોસ્ટ કરવાની સાથે જ સિદ્ધાર્થ શુક્લાએ તેના કેપ્શનમાં ફેંસનો આભાર માન્યો છે. તેમણે ફેંસને આભાર લખ્યો છે અને તમારા અપાર પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર. આ સાથે જ સિદ્ધાર્થે એમ પણ લખ્યું છે કે આટલા પરેશાન થવાની જરૂરત નથી. તમારો પ્રેમ અને તમારી પ્રાર્થનાઓ મારા માટે બધું છે. સિદ્ધાર્થ શુક્લાએ આ કહેવાની કોશિશ કરી છે કે તેમના ફેંસ ભેટો મોકલે નહીં તો પણ કોઈ સમસ્યા નથી, પરંતુ તેઓ હંમેશા તેમના ફેંસનો પ્રેમ અને આશીર્વાદ તેમની સાથે ઇચ્છતા હોય છે.

જ્યાં સુધી સિદ્ધાર્થ શુક્લાના કામની વાત છે, તો તે ખૂબ જ જલ્દી વીડિયો ગીત ‘ભૂલા દેગા’ માં જોવા મળશે. આ વીડિયો સોંગમાં તેમની સાથે શહનાઝ ગિલ પણ જોવા મળશે. નોંધપાત્ર વાત એ છે કે સિદ્ધાર્થ શુક્લાની શહનાઝ ગિલ સાથે ખૂબ જ સારી મિત્રતા છે. શોમાં પણ બંને વચ્ચે સારો તાલમેલ અને એક સારી બોન્ડીંગ પણ દેખવા મળી હતી.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.