ડોક્ટરો પર થયેલ પથ્થરમારા પર નારાજ થઇ અનુષ્કા શર્મા, કહ્યું આવું

કોરોના વાયરસ એ પૂરા વિશ્વમાં પાયમાલ થયો છે. વિશ્વના 200 થી વધુ દેશોને પોતાની ચપેટ માં લઇ ચૂકેલ આ વાયરસ હવે ભારતમાં પણ પોતાનો અસર દેખાડી રહ્યા છે. ભારતમાં દિવસે દિવસે સંક્રમિત મામલા વધી રહ્યા છે. અને તે જ સમયે મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. એટલે કે, ભારતમાં હવે કોરોના વાયરસ એ પોતાનું અસલી રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. તેનાથી સામનો કરવા માટે કેન્દ્ર સરકારે લોકડાઉન જેવા પ્રતિબંધો લગાડ્યા છે. પરંતુ અત્યારે હમણાં મામલા ઘટતા નજર નથી આવી રહ્યા.

દેશભરમાં અત્યાર સુધીમાં 2000 થી વધુ કેસ નોંધાયા છે. આ સિવાય 50 થી વધુ લોકોના મૃત્યુ પણ થઇ ચુક્યા છે. આવા કટોકટીના સમયમાં કેટલાક લોકો આ પરિસ્થિતિને સમજી નથી રહ્યા. અને ડર ના આવા માહોલ માં ઝેર ભેળવવાની કોશિશ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશના ઇન્દોર માં બુધવારે આવી જ એક શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં કોરોના ની તપાસમાં ગયેલી મેડિકલ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. એવા સમયે જ્યારે ડોકટરો આ સમયે ભગવાનનું સ્વરૂપ છે. તેમની સાથે આવું અમાનવીય વ્યવહાર દેશ માટે શરમજનક છે.

હકીકતમાં, આ મામલો એ હતો કે તબીબી ટીમ ઈંદોરના ટાટપટ્ટી બખાલ વિસ્તારમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલ લોકોને શોધવા માટે મેડીકલ ટીમ ગઈ હતી. પરંતુ કેટલાક લોકોએ તેમના પર અહીં પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું. જણાવી દઈએ કે મેડિકલ ટીમના કેટલાક લોકોને આ પથ્થરમારામાં ઈજાઓ પહોંચી છે. બે મહિલા ડોકટરો ના પગમાં ઈજા આવી છે. આ ઘટનાની દરેક જગ્યાએ નિંદા થઇ રહી છે. અને તેનાથી જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

લોકો આ ઘટના અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. બધા આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. દેશ અત્યારે ખૂબ જ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. અને આવા સમયમાં, આવા અમાનવીય વ્યવહાર યોગ્ય નથી. બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમને તેમની એક ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું છે, કૃપા કરીને તબીબી ટીમને તેમનું કાર્ય કરવા દો. તેમનું કામ તમને બચાવવાનું છે. તેઓ તમારા જીવનને બચાવવા માટે તેમના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. અનુષ્કા આગળ લખે છે- એવું કરવાની જગ્યાએ પોતે ખતરાથી પોતાને જાગરુક કરો. આ બેહુદા છે.

જણાવી દઈએ કે આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે. અને 7 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. આ દોષિતો ના સામે આઈપીસીની કલમ 186, 188 અને 353 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. ઇન્દોરના ડીઆઈજીએ જણાવ્યું કે અન્ય 10 દોષિઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જાંચ કરવા પહોંચી ટીમ

હુમલો થયા પછી પણ મેડિકલ ટીમ પોતાનું કામ કરવાથી પાછળ ન હટી. બુધવારે હુમલો થયા બાદ ગુરુવારે મેડિકલ ટીમ ફરીથી તપાસ માટે આવી હતી. તબીબી ટીમ આવી પહોંચી અને ત્યાં તપાસની કામગીરી હાથ ધરી હતી. ડોક્ટરો એ કહ્યું કે અમે એવા હુમલાઓથી ક્યારેય ડરતા નથી કે ડર્યા નથી. અમારું કામ લોકોને તપાસવાનું છે અને અમે તેને કરીશું.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.