PM Cares ને કંગના રનૌત એ 25 લાખ અને માં એ દાન કર્યું એક મહિના નું પેન્શન, રંગોલી એ જણાવ્યું કેમ થયું મોડું

કંગના અને રંગોલી ની માં એ એક મહિના નું પેન્શન આપ્યું છે. રંગોલી એ લખ્યું અમને નથી ખબર કે લોકડાઉન ક્યાં સુધી ચાલશે.

કોરોના લોકડાઉનનો ભોગ બનેલા લોકોને રાહત પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કેયર્સ ફંડ શરૂ કર્યું છે, જેમાં તમામ નાગરિકો પોતાની ક્ષમતા પ્રમાણે દાન કરીને સહયોગ કરી શકે છે. બોલીવુડ હસ્તીઓ પણ ઉદારતાથી દાન આપી રહ્યા છે. હવે કંગના રનૌત એ પીએમ કેયર્સ ફંડ માટે 25 લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. તેમજ દૈનિક કામદારોના પરિવાર માટે રાશન પણ આપ્યું છે.

તેની જાણકારી ટ્વીટર દ્વારા કંગનાની બહેન અને મેનેજર રંગોલી એ આપી છે. રંગોલીએ લખ્યું છે કે આપણે એક થવું જોઈએ અને જે પણ શક્ય હોય તે કરવું જોઈએ. આ સાથે, રંગોલીએ સ્પષ્ટ કર્યું કે પીએમ કેયર્સ ફંડમાં દાન આપવામાં મોડું કેમ થયું, જેના જવાબમાં રંગોલીએ તે લોકો પર સવાલ ઉઠાવી દીધા, જે દાન કરવાથી પહેલા પ્લેજ કરી રહ્યા છે. રંગોલીએ લખ્યું – ઘણા લોકો પૂછી રહ્યા છે કે કંગનાએ પહેલા કેમ દાન ના કર્યું, તે પહેલા રકમ ટ્રાન્સફર કરવા ઇચ્છતી હતી અને પછી જાહેરાત. તે પ્લેજિંગ વગેરેમાં ભરોસો કરતી નથી. ખેર, હું બસ એટલું કહેવા ઈચ્છું છું કે 100 રૂપિયા પણ બહુ છે. કૃપા દાન કરો.

રંગોલીના ટ્વીટ ના મુજબ તેમના પરિવારના દરેક સભ્યોએ પીએમ કેયર્સ ફંડમાં દાન આપ્યું છે. કંગના અને રંગોલીની માતાએ એક મહિના નું પેન્શન આપ્યું છે. રંગોલીએ લખ્યું, અમને નથી ખબર કે લોકડાઉન કેટલો સમય ચાલશે. આપણી પાસે જે છે, તેના સાથે સર્વાઇવ કરવાની જરૂરત છે, પરંતુ દેશ માટે કેટલાક સમાધાન થઈ શકે છે. આ સાથે, રંગોલીએ ડોનેશન ના સ્ક્રીન શોટ્સ લગાવ્યા છે.

તમને જણાવી દઈએ કે પીએમ કેયર્સ ખાસ કરીને કોરોના મહામારી જેવી આપાત સ્થિતિઓ માટે બનાવવામાં આવ્યું છે, જેના દ્વારા લોકડાઉનથી પ્રભાવિત થયેલ લોકોને મદદ કરવામાં આવી રહી છે. અક્ષય કુમારે પહેલા આ ફંડ માટે 25 કરોડનું દાન આપ્યું હતું. આ પછી કાર્તિક આર્યન, અજય દેવગન, વરૂણ ધવન, સારા અલી ખાન, કેટરિના કૈફ, શિલ્પા શેટ્ટી સહિતના સેલેબ્સ કરોડોનું દાન કર્યું છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.