પી.એમ. મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા બૉલીવુડ સિતારાઓ,બધાએ કર્યું નવી સરકારનું સ્વાગત

23 મે ની સાંજે નેરેન્દ્ર મોદીને એકવાર ફરીથી ભારતના વડા પ્રધાનની પસંદગી કરવામાં આવી અને બીજેપીએ વિજયી મેળવ્યો.30 મે ના બપોરે સુધીમાં વિશ્વના ઘણા મોટા દેશોના મંત્રીઓ સાથે સાથે બૉલીવુડના ઘણા મોટા સિતારાઓ પણ દિલ્હી પહોંચ્યા.દેશના આ ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહનો ભાગ બનવા માટે બધા દેશ અને વિદેશ માથી પણ આવ્યાં હતા,બધાએ આ નવી સરકારનું દીલ ખોલીને સ્વાગત કર્યું છે અને નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વથી ઘણા લોકો પ્રભાવિત થયા હતા,તેથી જ તેમને એક વાર ફરીથી બહુમતી મળી . પી.એમ. મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા માટે, બૉલીવુડ સિતારાઓ એ પોતાના બિઝી શેડ્યૂલમાંથી સમય કાઢ્યો છે.

શપથ ગ્રહણ સમારંભમાં જોડાવા આવ્યા હતા બૉલીવુડ સિતારાઓ
લોકસભાની ચૂંટણીઓ -2019 માં જંગી જીત સાથે પાછા ફરીને ભાજપે વિશ્વભરમાં એક વિશિષ્ટ ઓળખ બનાવી છે.તેના મુખ્ય નેતા નરેન્દ્ર મોદી એક વખત ફરીથી પી.એમ. પદની શપથ લેશે.પી.એમ. નરેન્દ્ર મોદીના આ શપથ ગ્રહણ સમારોહની ઉજવણીમાં આજે દેશ-વિદેશથી આવેલાં ઘણા નેતાઓ ઉપરાંત,મનોરંજનની દુનિયામાંથી પણ ઘણા બધા કલાકારો દિલ્હી પહોંચ્યા છે કારણ કે તેઓ ઇચ્છે છે કે તેઓ આ ક્ષણના સાક્ષી બને. તેથી આમાંથી ઘણા લોકો દિલ્હી પહોંચ્યા છે જેમ કે કંગના રનૌટ,અનુપમ ખેર,હેમા માલિની,બમન ઇરાની અને વિવેક ઓબેરોયને મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ કરાયા હતા.

આ સિતારાઓનો જમાવડો

સિનિયર ઍક્ટર બમન ઇરાનીને મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યા હતા અને તેમાં ઉપરાંત અક્ષયકુમાર, શાહરુખ ખાન, અમિતભ બચ્ચન, આમિર ખાન, સલમાન ખાન, જાવેદ અખ્તર પણ જોવાયા હતા તો અનુમાન લગાવવામાં આવ્યુ છે કે બધા દિલ્હી નવા પી.એમ. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભમાં જોડાવા માટે જતા હશે અને તેઓ ત્યા દેખાઈ શકે છે.

વિવેક ઓબરોય

ઍક્ટર વિવેક ઓબેરોય પણ એરપોર્ટ પર સ્પૉટ થયા છે.વિવેક ઓબેરોય તાજેતરમાં પી.એમ. નરેન્દ્ર મોદીની ફિલ્મ રિલીઝ કરી છે જેમાં તેમણે નરેન્દ્ર મોદીની ભૂમિકા નિભાવી છે, ફિલ્મ સિનેમામાં સફળતાપૂર્વક ચાલી રહી છે.વિવેક ઓબરૉય પોતે આ કાર્યક્રમમાં આવવા ઇચ્છતા હતા અને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

અનિલ કપૂર અને અનુપમ ખેર

દિલ્હી એરપોર્ટ પર અનિલ કપૂર અને અનુપમ ખેરને સ્પૉટ કરવામાં આવ્યા હતા અને તેમણે કહ્યું કે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા છે.આમતો અનપુમ ખેરની પત્ની કિરણ ખેર બીજેપી સંસદ છે, તો તેમનું અહીં હોવું તે વ્યાજબી છે કારણ કે આજે ભાજપના બધા સભ્યો અને મોટા નેતાઓ આ કાર્યક્રમમાં જોવા મળશે.

કંગના રનૌત

નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વથી બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ખૂબ પ્રભાવિત છે. આ વાતનો ઉલ્લેખ કંગના એ ઘણી વાર તેના ઇન્ટરવ્યૂમાં કરે છે.કંગના રનૌત ને પણ મુંબઇ એરપોર્ટ સારા લુક મા સ્પોટ કરવામાં આવ્યા હતા.કંગના મોદી સરકારની સપોર્ટર છે અને તે રાજકીય કથન આપે છે પરંતુ ઘણા સેલેબ્સને સોશિયલ મીડિયા પર લથાડી ચુકી છે.

તમને જણાવીએ કે આજનો દિવસ દેશ અને નવી સરકાર માટે ખૂબ જ મહત્વનો છે.ગુરુવાર, 30 મે, સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિભવન માં નરેન્દ્ર મોદી અને તેમના કેબિનેટ મંત્રીમંડળના બધા લોકો આજ શપથ લેશે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.