સલમાન ના સાથે સફળ કેરિયર શરુ કરવા વાળી આ એક્ટ્રેસ થઇ ગઈ હતી ગુમ, હવે ઝોળી માં આવી ઘણી ફિલ્મો

બોલીવુડ ના દબંગ એક્ટર સલમાન ખાન ના સાથે ઘણી એક્ટ્રેસેસ એ પોતાના કેરિયર ની શરુઆત કરી હતી. પરંતુ વધારે કરીને એક્ટ્રેસેસ નું કેરિયર તે ફિલ્મ પછી આગળ ના વધ્યું, અને તે ગુમનામી ની જિંદગી જીવી રહી છે. તેમાંથી એક એક્ટ્રેસ છે ભાગ્યશ્રી, જેમને સલમાન ખાન ના સાથે ફિલ્મ મેને પ્યાર કિયા (1989) જેવી બ્લોકબસ્ટર ફિલ્મ થી પોતાના કેરિયર ની શરૂઆત કરી હતી. તેના પછી ઘણી ફિલ્મો ના ઓફર ભાગ્યશ્રી ને આવ્યા પરંતુ તેમને એક શરત રાખી દીધી કે તે ફક્ત પોતાના પતિ ના સાથે જ ફિલ્મો કરી શકે છે. શરૂઆત માં તો એક-બે ફિલ્મો તેમના સાથે મળી પરંતુ જ્યારે દર્શકો એ આ ફિલ્મો ને નકારી તો ભાગ્યશ્રી નું કેરિયર પણ થામી ગયું. સલમાન ના સાથે સફળ કેરિયર ની શરૂઆત કર્યા પછી પણ ભાગ્યશ્રી ગુમનામ થઇ ગઈ. પરંતુ તો પણ તેમનું કેરિયર ઘણા વર્ષો પછી બીજી વખત શરુ થયું.

હવે શું કરે છે ભાગ્યશ્રી?

ફિલ્મ મેને પ્યાર કિયા રીલીઝ થયા પછી ભાગ્યશ્રી માટે લોકો ની દીવાનગી ઘણી વધી ગઈ હતી. તેમનું ભોળા રહેવું અને સાદગી એ લોકો નું દિલ જીતી લીધું હતું. આ ફિલ્મ એ બોક્સ ઓફીસ પર ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું અને તેના સાથે જ આ ફિલ્મ આજે પણ લોકો તેને પસંદ કરે છે. આ ફિલ્મ પછી ભાગ્યશ્રી એ ફિલ્મી દુનિયા થી દુરી બનાવી લીધી અને લાખ ઇચ્છ્યા પછી પણ ભાગ્યશ્રી ને ફિલ્મો માં કામ નહોતું મળી શકતું. પછી વર્ષ 2010 માં તેમને ફિલ્મ રેડ એલર્ટ-દ વોર વિદીન માં દેખવામાં આવ્યું અને તેના પછી પહેલા તેમને વર્ષ 2007 માં આવેલ ફિલ્મ હમકો દીવાના કર ગયે માં એક નાના કિરદાર માં પણ દેખવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે બોલીવુડ એક્ટ્રેસ ભાગ્યશ્રી આ વર્ષે કન્નડ ફિલ્મ સીતારામ કલ્યાણ માં નજર આવશે. તેના પછી તે ફિલ્મ કિટ્ટી પાર્ટી, 2 સ્ટેટ્સ ની તેલુગુ રીમેક માં પણ નજર આવવાની છે. આ ફિલ્મ માં તે એક્ટર પ્રભાસ ના સાથે નજર આવશે અને તેનું નામ પ્રભાસ 20 હોઈ શકે છે, હમણાં આ ફિલ્મ નું નામ નક્કી નથી. ભાગ્યશ્રી એ બોલીવુડ થી દુરી બનાવીને સાઉથ ઇન્ડીયન ફિલ્મો માં જગ્યા બનાવવાની શરુ કરી છે.

ભાગ્યશ્રી એ પોતાના એક ઇન્ટરવ્યુ માં કહ્યું હતું, ‘મારી દરેક ફિલ્મમાં મારા ફેંસ ને એક નવો લુક દેખવા મળશે અને હું પોતાના દરેક કિરદાર ને લઈને બહુ ઉત્સાહિત છું. મને અલગ અલગ કિરદાર નિભાવવાની તક મળી રહી છે અને હું બહુ ખુશ છું. તેનાથી મને બહુ શીખવા મળી રહ્યું છે.’ લાગે છે આ વર્ષ ભાગ્યશ્રી નું ભાગ્ય ચમકવાનું છે અને તેમને બેક ટુ બેક ફિલ્મો માં નજર આવશે. હવે દેખવાનું એ છે કે ભાગ્યશ્રી ની નવી ફિલ્મો અને લુક ના સાથે લોકો તેમને કેટલું પસંદ કરે છે આ ફિલ્મ આવવા પર જ ખબર પડશે. હા ભાગ્યશ્રી એ ટીવી સીરીયલ માં કામ કર્યું છે અને તે ઘણા મ્યુઝીક વિડીયો માં પણ નજર આવી છે. ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર તેમના લાખો ફેંસ ફોલો પણ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તે પોતાની દીકરી ના સાથે લેટેસ્ટ ફોટા શેયર કરતી રહે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.