વાયરલ થયું ઐશ્વર્યા રાય નું 15 વર્ષ જુનું ફોટોશૂટ, સલમાન ના નજીક ના ડિઝાઈનર એ શેર કર્યા ફોટા

હુસ્ન ની મલ્લિકા ઐશ્વર્યા રાયને કોણ નથી ઓળખતું. ઐશ્વર્યા એક એવી મહિલા છે જેમને ફક્ત સુંદરતા જ નહિ પરંતુ પોતાના દમદાર અભિનયના જોરે લોકોના દિલ પર પણ રાજ કર્યું છે. ઐશ્વર્યા સુંદરતાનું ઉદાહરણ છે. આ દુનિયામાં ભાગ્યે જ તેમના જેવી કોઈ સુંદર સ્ત્રી હશે. ભલે જ આજે પ્રિયંકા અને દીપિકા હોલીવુડમાં ઘણું નામ કમાઈ રહી હોય, પરંતુ હકીકતમાં બોલીવુડને દુનિયાભર માં ઓળખાણ ઐશ્વર્યા એ જ અપાવી. ઐશ્વર્યાના દુનિયાભરના લાખો ફેંસ છે.

બચ્ચન પરિવારનું નામ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણું જાણીતું છે. આવ્યા દિવસે બચ્ચન પરિવાર અથવા બચ્ચન પરિવારના કોઈ પણ સભ્ય વિશે ખબરો આવતી રહે છે. આવી સ્થિતિમાં ઐશ્વર્યાના કેટલાક નાદેખેલ ફોટા સામે આવ્યા છે, જેના કારણે તે ફરી એક વખત ચર્ચા માં આવી ગયા છે. તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યાના આ ફોટા ને પ્રખ્યાત ફેશન ડિઝાઇનર એશલે રેબેલોએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યા છે. આ ફોટા 15 વર્ષ જુના છે.

ડિઝાઈનર એશલે રેબેલો દ્વારા શેયર કરેલ ફોટાને ઐશ્વર્યા ના ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફોટામાં ઐશ્વર્યા હંમેશા ની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેંસ એશના આ ફોટા પર જબરદસ્ત રિસ્પોન્સ આપી રહ્યાં છે અને તેને ખૂબ જ લાઈક અને શેયર કરી રહ્યા છે. ફોટા પર કોમેન્ટ્સ નું પૂર આવી ગયું છે.

એશ્લે રેબેલોએ કારકિર્દીની શરૂઆત વર્ષ 1992 ની ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’ થી કરી હતી. આજે તેમનું નામ બોલીવુડના સૌથી દિગ્ગજ ફેશન ડિઝાઇનર્સમાં સામેલ થાય છે. એશ્લે આમિર, સલમાન જેવા બોલીવુડના ઘણા મોટા કલાકાર સાથે કામ કર્યું છે. તે સલમાન ખાનની ખૂબ નજીક છે અને તેમને ઘણી બધી ફિલ્મોમાં સ્ટાઈલિસ્ટ તરીકે કામ કર્યું છે.

ઐશ્વર્યાના ફોટા શેયર કરતી વખતે એશ્લે એ કેપ્શન આપ્યું હતું, “ઘણા વર્ષો પહેલા ઐશ્વર્યા રાય બચ્ચનનું આ ફોટોશૂટ”. તેમણે એમ પણ કહ્યું કે ફોટોગ્રાફ્સ 15 વર્ષ પહેલા લેવામાં આવ્યા હતા. ફોટામાં ઐશ્વર્યા 6 અલગ અલગ લૂક્સ માં નજર આવી રહી છે અને દરેક લુકમાં તે ખૂબ જ શાનદાર દેખાઈ રહી છે.

તાજેતરમાં, ઐશ્વર્યાએ 22 માર્ચે જનતા કર્ફ્યુ દરમિયાન એક વિડીયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં, ઐશ્વર્યા પોતાના પરિવાર ના સાથે પીએમ મોદી ની દેશવાસીઓ થી અપીલ નું સમર્થન કરતા છત પર ઉભા થઈને તાળી અને ઘંટડી વગાડતાં નજર આવી હતી. વીડિયોમાં ઐશ્વર્યા સિવાય પુત્રી આરાધ્યા બચ્ચન, શ્વેતા બચ્ચન, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, નવ્યા નવેલી નંદા નજર આવી હતી.

વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો, તાજેતરમાં જ ઐશ્વર્યા નો અવાજ હોલીવુડની ફિલ્મ ‘મલેફિસન્ટ’ ના બીજા ભાગ ‘ધ મિસ્ટ્રેસ ઓફ ઈવિલ’ માં સાંભળવામાં આવ્યો હતો. અંગ્રેજી અને હિન્દી ભાષામાં આ ફિલ્મ પાછળ ના વર્ષે 18 ઓક્ટોબરે ભારતમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એન્જેલીના જોલી મુખ્ય કિરદાર માં હતી, જેનો અવાજ ઐશ્વર્યાએ કર્યો હતો. હિન્દી ફિલ્મોમાં, ઐશ્વર્યા છેલ્લે 2018 માં આવેલી ફિલ્મ ‘ફન્ને ખા’ માં નજર આવી હતી.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.