સલમાન ની ભાભી થી પહેલા બહેન ને ડેટ કરતા હતા અર્જુન કપૂર, બ્રેકઅપ પછી થઇ ગયો હતો આવો હાલ

બોની કપૂર અને સ્વર્ગીય મોના શૂરી ના દીકરા અર્જુન કપૂર આજે બોલીવુડ ના પ્રખ્યાત અભિનેતા છે. કેરિયરથી વધારે અર્જુન પોતાની અંગત જિંદગી ને લઈને ચર્ચા માં રહે છે. આ દિવસો તે સલમાન ખાન ની ભાભી મલાઈકા અરોડા ને ડેટ કરી રહ્યા છે. તેમ તો આ વાત તો તમે બધા પણ સારી રીતે જાણો જ છો. પરંતુ બહુ ઓછા લોકો ને આ વાત ની ખબર છે કે સલમાન ની ભાભી ના પહેલા અર્જુન સલમાન ની બહેન અર્પિતા ખાન ની સાથે પણ રીલેશન માં હતા. આ વાત અર્જુન ના બોલીવુડ માં ડેબ્યુ ના પહેલા ની છે.

ત્યારે અર્જુન 18 વર્ષ ના હતા અને તેમનું વજન 140 કિલો હતું. અર્જુન ના મુજબ તે અર્પિતા ના સાથે એક સીરીયસ રીલેશનશીપ માં હતા. આ બન્ને નો સંબંધ લગભગ બે વર્ષો સુધી ચાલ્યો હતો પરંતુ પછી થી અર્પિતા એ અર્જુન થી બ્રેકઅપ કરી લીધું હતું. આ બ્રેકઅપ પછી અર્જુન એ પોતાને ફીટ કર્યા હતા અને વજન ઘટાડીને બોલીવુડ માં 2012 માં ડેબ્યુ કર્યું હતું. બોમ્બે ટાઈમ્સ ને આપેલ એક જુના ઈન્ટરવ્યું માં અર્જુન એ પોતાના અને અર્પિતા ના રીલેશન પર વાતો કરી હતી.

અર્જુન એ આ દરમિયાન કહ્યું હતું- “મારો પહેલુ અને એકલું સીરીયસ રીલેશન અર્પિતા ખાન ના સાથે હતું.જ્યારે હું 18 નો હતો ત્યારે અમે બન્ને એ એકબીજા ને ડેટ કરવાનું શરુ કર્યું હતું. આ સંબંધ બે વર્ષ ચાલ્યો હતો. તેમ તો હું પહેલા થી સલમાન ભાઈ ના સાથે ઘણો અટેચ્ડ હતો પરંતુ ‘મેને પ્યાર ક્યોં કિયા’ શુટિંગ ના દરમિયાન અમારો સંબંધ ઘણો ગહેરો થયો હતો. મને સલમાન ભાઈ થી ઘણો ડર લાગી રહ્યો હતો પરંતુ મેં સૌથી પહેલા તેના વિષે તેમને અને તેમના પુરા પરિવાર ને જણાવ્યું હતું. તે તેને લઈને વિનમ્ર હતા. તેમને થોડોક ઝટકો જરૂર લાગ્યો હતો પરંતુ તે સંબંધ ની કદર કરે છે. પરંતુ સંબંધ ના મામલા માં તે હંમેશા મારી સાઈડ લેતા હતા.”

અર્જુન એ આગળ જણાવ્યું હતું કે કેવી રીતે અર્પિતા એ તેમના સાથે બ્રેકઅપ કર્યું હતું અને તેનું તેની લાઈફ પર કેટલો પ્રભાવ પડ્યો હતો. અર્જુન એ કહ્યું હતું “હું 140 કિલો નો હતો અને ડાયરેક્ટર નીખીલ અડવાણી ને ‘સલામ એ ઈશ્ક’ ફિલ્મ માં આસિસ્ટ કરી રહ્યો હતો. ત્યારે અમરી ગર્લફ્રેન્ડ (અર્પિતા) હતી, અમે પાર્ટી કરતા હતા, સાથે રહેતા હતા. મને લાગી રહ્યું હતું કે મારી લાઈફ સાચી દિશા માં જઈ રહી છે. મને લાગ્યું હતું 22 વર્ષ ની ઉંમર સુધી હું પોતાની પહેલી ફિલ્મ ડાયરેક્ટ કરી લઈશ. હા જ્યારે મારું બ્રેકઅપ થયુ તો મેં પોતાના ફ્યુચર ને લઈને કન્ફયુઝ હતો. બ્રેકઅપ પછી હું પણ તેમના (સલમાન) સાથે ઉઠતો બેસતો હતો. તે મારા મિત્ર અને પિતા સમાન હતા. તે એક પ્રકારે મારા મોટા ભાઈ હતા. ત્યારે મને અહેસાસ થયો હતો કે લાઈફ માં મોટા ભાઈ ના હોવાનું કેટલું મહત્વ હોય છે.”

ખેર આ તો અર્જુન ના ભૂતકાળ ની વાતો હતી. વર્તમાન માં તે મલાઈકા અરોડા ના પ્રેમ માં પાગલ છે. આ બન્ને નો સંબંધ જગજાહિર છે. અર્જુન ના કારણે જ મલાઈકા અને સલમાન ના ભાઈ અરબાજ ખાન ના છૂટાછેડા થયા હતા. આ કારણે પછી થી અર્જુન અને સલમાન નો સંબંધ બગડી ગયો હતો. ત્યાં અર્પિતા પણ આયુષ શર્મા ના સાથે લગ્ન કરીને ખુશ છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.