લગ્ન ના ઘણા વર્ષો પછી ખુલ્યું અનુષ્કા શર્મા નું આ રાઝ, તેથી કર્યા હતા વિરાટ કોહલી થી નાની ઉંમર માં લગ્ન

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દેશના એક આવા કપલ છે જેમના વિષે સૌથી વધારે ચર્ચા કરવામાં આવે છે. અને થાય પણ કેમ નહિ, છેવટે તે દેશની સૌથી લોકપ્રિય હસ્તીઓમાંથી એક છે. આ કપલ આ વર્ષની શરૂઆતમાં સતત મીડિયાની ખબરો માં છે. આ કપલ સાર્વજનિક રૂપ થી પોતાના ફોટા શેયર કરવા અથવા મળવા માં ક્યારેય સંકોચ નથી કરતા. જ્યાં આ સમયે વિરાટ કોહલી ક્રિકેટ જગતના સૌથી મહાન ખેલાડીઓ માંથી એક છે, તો ત્યાં અનુષ્કા શર્મા આજે બોલિવૂડની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીઓ માંથી એક છે. અને એક સાથે, તે દેશ ના સૌથી સુંદર અને મનમોહક કપલ નજર આવે છે. એક ટીવી વિજ્ઞાપન માં એકસાથે કામ કરતા બન્ને પહેલી વખત 2013 માં એકબીજા થી મળ્યા હતા. તેના પછી, બન્ને બહુ સારા મિત્ર બની ગાય, અને વિભિન્ન સ્થાન પર એકસાથે સ્પોટ કરવામાં આવ્યા. થોડાક જ સમય માં, આ બન્ને ને એકબીજા ને ડેટ કરવાની અફવાહો ચારે તરફ ફેલાઈ ગઈ હતી.

જો કે, પોતાના સંબંધોને મીડિયાથી દૂર રાખવાની કોશિશ કરતા, બંને ને હમેશા વિવાદોમાં ઘસેડવામાં આવ્યા. તેમ છતાં, તેમનો સંબંધ સફળ રહ્યો અને છેવટે બંનેએ 11 ડિસેમ્બર, 2017 ના રોજ ઇટલીમાં લગ્ન કરી લીધા હતા. જોકે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના આ અચાનક લગ્ન એ બધાને હેરાન કરી દીધા હતા. કારણ કે, બંનેએ એવા સમયે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો જયારે અનુષ્કા નું કેરિયર ઊંચાઈઓ પર હતું અને વિરાટ મેદાન પર રન બનાવી રહ્યો હતો. ભલે જ લગ્ન ના લગભગ ત્રણ વર્ષથી વધુ સમય થઇ ચુક્યો છે, તો પણ ઘણા લોકો ના મન માં આ વાત ને લઈને સવાલ છે કે અનુષ્કા એ આટલું જલ્દી લગ્ન કરવાનો નિર્ણય કેમ કર્યો? બન્ને એ વર્ષ 2017 ના ડીસેમ્બર માં લગ્ન કર્યા હતા અને તે સમયે અનુષ્કા શર્મા માત્ર 29 વર્ષ ની હતી.

આ સવાલ નો જવાબ આપતા અનુષ્કાએ કહ્યું કે, “હા હું લગ્ન કરવા માંગતી હતી. હું એક પરિવાર બનાવવા ઇચ્છતી હતી. ભલે જ હું એક અભિનેત્રી છું, પરંતુ હું ખૂબ જ સરળ અને સામાન્ય સ્ત્રી છું અને હું હંમેશાં સરળ જીવન જીવું છું. મારું માનવાનું હતું કે મારા લગ્ન ત્યારે થશે જ્યારે હું તેના માટે માનસિક રીતે તૈયાર હોઈશ. આજે પણ આપણી ઓડીયન્સ વધારે બદલાઈ નથી. ઓડીયન્સ કલાકારને બસ પડદા પર દેખવા ઈચ્છે છે, તેમને તેમની વ્યક્તિગત જિંદગી થી કોઈ ખાસ મતલબ નથી હોતો. ઓડીયન્સ ને ફર્ક નથી પડતો કે કોઈ કલાકાર ના લગ્ન થઇ ચુક્યા છે કે નહિ. હા મેં 29 વર્ષ ની ઉંમર માં લગ્ન કરી લીધા, જે બોલીવુડ માં ઓછા દેખવા મળે છે કે કોઈ એક્ટ્રેસ આટલી નાની ઉંમર માં લગ્ન કરી લે. પરંતુ મેં એવું તેથી કર્યું કારણકે મને વિરાટ થી પ્રેમ થઇ ગયો હતો.”

અનુષ્કાએ આગળ કહ્યું કે, જ્યારે હું આ સંબંધમાં હતી, હું પોતાના કેરિયર ના સૌથી શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. મને તે ફિલ્મો માટે પ્રશંસા મળી રહી હતી જે હું કરી રહી હતી. પરંતુ અચાનક, લોકોએ ફક્ત મારા સંબંધો ના વિશે વાત કરવા લાગ્યા. મને લાગે છે કે આ હમેશા છોકરીઓ ની સાથે થાય છે.” તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ ફિલ્મ ઝીરો પછી થી કોઈ નવી ફિલ્મમાં કામ ના કર્યું અને ના જ કોઈ નવી ફિલ્મની કોઈ જાહેરાત કરી છે. ફિલ્મ ઝીરો બોક્સ ઓફીસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ હતી અને તેના પછી અનુષ્કા ખાલી બેસેલ છે. હા થોડાક દિવસો પહેલા જ એવી ખબરો સામે આવી હતી કે તે કોઈ મહિલા ક્રિકેટર ની બાયોપિક માં કામ કરવાની છે. પરંતુ, અત્યાર સુધી આધિકારિક રૂપ થી તેમની તરફ થી એવું કોઈ કન્ફર્મેશન નથી કરવામાં આવ્યું.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.