એક ભૂકંપ ના કારણે નજીક આવ્યા હતા અનીલ અને ટીના, લગ્ન માટે કરી પોતાના જ પરિવાર થી બગાવત

બોલીવુડ ની પ્રખ્યાત એક્ટ્રેસ ટીના અંબાણી અને અનીલ અંબાણી ની જોડી કોઈ મિસાલ થી ઓછી નથી. જે સમયે ટીના મુનીમ ફિલ્મો માં કામ કરતી હતી તે સમયે તેમનું નામ ટીના મુનીમ હતું. ટીના અંબાણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની સકસેસફૂલ એક્ટ્રેસેસ માંથી એક હતી. અમે તમને જણાવી દઈએ કે ટીના અંબાણી એક ગુજરાતી જૈન પરિવાર થી સંબંધ રાખે છે. ટીના અંબાણી એ વર્ષ 1975 માં ફેમિના ટીન પ્રિન્સેસ ઇન્ડિયા નો ખિતાબ જીત્યો હતો. પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી ટીના અભિનય ક્ષેત્ર માં પોતાનું કેરિયર બનાવવા ઇચ્છતી હતી. ટીના અંબાણી એ વર્ષ 1978 માં દેવ આનંદ ની ફિલ્મ ‘દેશ પરદેસ’ થી બોલીવુડ માં પોતાનું પહેલું કદમ રાખ્યું હતું. આ ફિલ્મ માં કામ કર્યા પછી ટીના એ દેવ આનંદ ની સાથે ફિલ્મ ‘લુટમાર’ અને ‘મનપસંદ’ ફિલ્મ માં પણ કામ કર્યું.

ટીના મુનીમ અને અનીલ અંબાણી ની પ્રેમ કહાની કોઈ ફિલ્મ થી ઓછી નથી. ટીના અંબાણી અને અનીલ અંબાણી ની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ ના લગ્ન ના દરમિયાન થઇ હતી. લગ્ન માં અચાનક અનીલ ની નજરો બ્લેક સાડી પહેરેલ ટીના પર આવીને રોકાઈ ગઈ. ટીના ની ખુબસુરતી અને તેમનો ઇન્ડીયન ટ્રેડીશનલ લુક અનીલ ને ગમી ગયો. પણ ટીના એ તે સમયે અનીલ ને દેખ્યા પણ નહિ. સમય સંજોગે બન્ને ફરી થી એક વખત ફિલાડેલીફિલયા માં મળ્યા. પોતાના કારોબાર ના સિલસિલા માં અનીલ ફિલાડેફિલયા ગયા હતા, ટીના પણ કોઈ ફંક્શન માં સામેલ થવા ત્યાં પહોંચી હતી. અહીં પર ફરી થી એક વખત બન્ને ફરી થી એકબીજા થી ટકરાયા.

ટીના ને દેખતા જ અનીલ અંબાણી એ ટાઈમ વેસ્ટ કર્યા વગર ટીના ને પોતાની સાથે બહાર જવા માટે પૂછ્યું, પણ ટીના એ એક વખત ફરી થી અનીલ ને નજરઅંદાજ કરી દીધા. ટીના ને એવું અનુભવ થઇ રહ્યું હતું અનીલ પણ તે લોકો માંથી છે જે તેમને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતા હતા. અનીલ થી મળ્યા પછી ટીના એ અનીલ ને મનાઈ કરી દીધી. તે સમયે ટીના બોલીવુડ ના મશહુર અભિનેતા રાજેશ ખન્ના ના સાથે લીવઇન રીલેશનશીપ માં હતી. પછી થી બન્ને નું બ્રેકઅપ થઇ ગયું અને ટીના એ અમેરિકા જવાનો નિર્ણય લઇ લીધો. ટીના એ તે સમયે બોલીવુડ છોડવાનો નિર્ણય લઇ લીધો હતો. વર્ષ 1989 માં અમેરિકા માં એક બહુ મોટો ભૂકંપ આવ્યો અને જેના કારણે ટીના અને અનીલ અંબાણી હમેશા માટે એકબીજા ના થઇ ગયા.

વર્ષ 1989 માં અમેરિકા ના લોસ એન્જલસ માં એક બહુ મોટો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ ના દરમિયાન ટીના પણ ત્યાં હતી. એવામાં અનીલ અંબાણી એ ટીના મુનીમ નો ફોન નંબર શોધીને તેમને ફોન કર્યો અને તેમનો હાલચાલ પૂછ્યો. આ ઘટના પછી બન્ને ના વચ્ચે વાતચીત નો સિલસિલો શરુ થઇ ગયો. ધીરે ધીરે તેમના વચ્ચે પ્રેમ થઇ ગયો. પણ તેમના પ્રેમ ના વચ્ચે બહુ બધી રુકાવટ આવી. પણ ઘરવાળા ની મનાઈ અને તમામ ઉતાર ચઢાવ પછી આ લવ સ્ટોરી પોતાની મંજિલ સુધી પહોંચી.

અનીલ ના ઘર વાળા આ સંબંધ ના સામે હતા. પણ અનીલ અંબાણી ના જીદ ના સામે તેમના પરિવાર વાળા ને ઝૂકવું પડ્યું અને તે તેમના લગ્ન માટે તૈયાર થઇ ગયા. વર્ષ 1991 માં અનીલ અંબાણી અને ટીના મુનીમ લગ્ન ના પવિત્ર બંધન માં બંધાઈ ગયા. એક ઈન્ટરવ્યું ના દરમિયાન ટીના મુનીમ એ જણાવ્યું હતું કે, તેમના પતી અનીલ એ આજ સુધી તેમને કોઈ પણ વસ્તુ માટે મનાઈ નથી કરી અને તેમની એવી કોઈ પણ ઈચ્છા નથી જે અધુરી રહી ગઈ હોય. ટીના મુનીમ અને અનીલ અંબાની ની કહાની કોઈ ફિલ્મી કહાની થી ઓછી નથી.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.