કરોડો ની સંપત્તિ, પ્રાઈવેટ જેટ અને મોંઘી ગાડીઓ ના માલિક છે અક્ષય, જીવે છે આવી લાઈફસ્ટાઈલ

હીરો-હિરોઈન બનવા માટે માયાનગરી મુંબઈ માં દરરોજ હજારો લોકો આવે છે. અહીં આવેલ વધારે કરીને નૌજવાનો નું સ્વપ્ન હોય છે બોલીવુડ ના એક્ટર બનવાનું. ટીવી ઇન્ડસ્ટ્રી અને મોડેલીંગ માં પણ ઘણા એવા લોકો છે જે બોલીવુડ એક્ટર બનવા માંગે છે. પરંતુ બહુ ઓછા લોકો જ કિસ્મત વાળા હોય છે જેમને બોલીવુડ માં એક્ટિંગ કરવાની તક મળે છે. દરેક લોકો ની કિસ્મત સ્ટારકિડ્સ જેટલી સારી નથી હોતી કે તેમને બોલીવુડ માં હીરો અથવા હિરોઈન બનવા માટે વધારે સંઘર્ષ ના કરવો પડતો. પરંતુ એક સામાન્ય માણસ બહુ સંઘર્ષ કર્યા પછી આ મુકામ સુધી પહોંચે છે. એક સામાન્ય માણસ ને ફિલ્મ માં સાઈડ રોલ મળી જાય તેના માટે તે બહુ છે.

બોલીવુડ માં પણ ઘણા એવા સ્ટાર્સ હાજર છે જે કોઈ મોટા સેલેબ્રીટી ના બાળક તો નથી પરંતુ પોતાની મહેનત ના દમ પર તે આજે બોલીવુડ ના ટોપ એક્ટર બની ગયા છે. આ પોસ્ટ માં અમે બોલીવુડ ના એક એવા જ સિતારા ના વિષે વાત કરીશું જે આજે પોતાની મહેનત ના બલબુતા પર સફળતા ની ચોટી પર પહોંચ્યો છે અને આજે તેમની વર્ષ માં એક નહિ પરંતુ 3-4 ફિલ્મો રીલીઝ થાય છે.

અમે વાત કરી રહ્યા છીએ બોલીવુડ ના ખિલાડી અક્ષય કુમાર ની. હમણાં માં ફોર્બ્સ એ દુનિયા ના સૌથી હાઈએસ્ટ પેઈડ એક્ટર્સ ની લીસ્ટ રજુ કરી હતી અને આ લીસ્ટ માં અક્ષય ચોથા નંબર પર રહ્યા. આજ ની આ પોસ્ટ માં અમે અક્ષય ની વાત તેથી કરી રહ્યા છીએ કારણકે 9 સપ્ટેમ્બર એ બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર 52 વર્ષ ના થઇ ગયા. આ ખુશી ના મોકા પર ના ફક્ત ફેંસ એ પરંતુ બોલીવુડ સિતારાઓ એ પણ અક્ષય ને જન્મદિવસ ની બધાઈ આપી.

અક્ષય કુમાર બોલીવુડ ના એક એવા અભિનેતા છે જેમને દરેક ઉંમર ના દર્શક પસંદ કેર છે. તે દરેક વખતે પોતાની ફિલ્મો થી લોકો ને ચોંકાવી દે છે. તેમની દરેક ફિલ્મ નો કોન્સેપ્ટ અલગ હોય છે અને તે હમેશા આ કોશિશ કરે છે કે દર્શકો ને કંઇક નવું આપી શકે. અક્ષય આજકાલ સામાજિક મુદ્દાઓ પર વધારે ફિલ્મો બનાવી રહ્યા છે. હમણાં માં રીલીઝ થયેલ તેમની ફિલ્મ ‘મિશન મંગલ’ એ તાબડતોબ કમાણી કરી છે. પરંતુ શું તમે જાણો છો એક મામુલી માણસ થી સુપરસ્ટાર બનવાનું આ સફર અક્ષય માટે સરળ નહોતું.

તમને જણાવી દઈએ ફિલ્મો માં આવવાથી પહેલા અક્ષય કુમાર દુબઈ ની એક હોટેલ માં વેઈટર નું કામ કરતા હતા. બેંકાક થી માર્શલ આર્ટ ની ટ્રેનીંગ લીધા પછી પણ જયારે તેમને ભારત માં કંઈ ખાસ કામ ના મળ્યું તો તે પોતાનો ખર્ચો પાણી નીકળવા માટે વેઈટર બની ગયા. એટલું જ નહિ અક્ષય એ ઢાકા માં 6 મહિના સુધી સેલ્સમેન ની પણ નોકરી કરી. ઢાકા પછી તે પાછા દિલ્લી આવ્યા અને છેવટે તેમને મુંબઈ ના એક સ્કુલ માં બાળકો ને માર્શલ આર્ટસ શીખવાડવાની તક મળી.

સ્કુલ માં માર્શલ આર્ટસ શિખવાડવાના દરમિયાન એક બાળક ના પિતા એ અક્ષય ને સલાહ આપી કે તેમને મોડેલીંગ કરવી જોઈએ. બસ પછી શું હતું અક્ષય એ ફોટોશુટ કરાવ્યું અને નાના-મોટા અસાઇનમેંટ કરવા લાગ્યા. ધીરે ધીરે તે મોડેલીંગ ઇન્ડસ્ટ્રી માં પોપુલર થવા લાગ્યા અને વર્ષ 1991 માં તેમની પહેલી ડેબ્યુ ફિલ્મ ‘સૌગંધ’ આવી. તે ફિલ્મ પછી થી જ અક્ષય ના ફિલ્મી કેરિયર ની શરૂઆત થઇ અને પછી તેમને ક્યારેય પાછળ વળીને ના દેખ્યું.

આજે અક્ષય કુમાર બોલીવુડ ના સૌથી પસંદીદા સુપરસ્ટાર છે. અક્ષય ની એક વર્ષ માં ઘણી ફિલ્મો રીલીઝ થાય છે અને તેમની વધારે કરીને ફિલ્મો હીટ જાય છે. ફિલ્મો થી તે સારું કમાઈ લે છે. અક્ષય ની ગણતરી બોલીવુડ ના સૌથી અમીર એક્ટર્સ માં કરવામાં આવે છે. તમને જાણીને હેરાની થશે કે તેમની એક મિનીટ ની કમાણી 1,869 રૂપિયા છે. ફોર્બ્સ ના મુજબ અક્ષય એ જુન 2018 થી જુન 2019 સુધી 69 મીલીયન ડોલર ની કમાણી કરી છે.

તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર ની પાસે 150 મીલીયન ડોલર એટલે 10.74 અરબ થી વધારે ની સંપત્તિ છે. અનુશાસિત જીવન વ્યતીત કરવા વાળા અક્ષય લકજરી લાઈફ માં ભરોસો રાખે છે. અક્ષય બોલીવુડ ના તે પસંદીદા સિતારાઓ માંથી એક છે જેમની પાસે પોતાનું પ્રાઈવેટ પ્લેન છે. તેમના આ પ્રાઈવેટ જેટ ની કિંમત લગભગ 260 કરોડ રૂપિયા છે. સાથે જ અક્ષય ની પાસે ઘણા આલીશાન બંગલા અને મોંઘી લકજરી ગાડીઓ છે. અક્ષય ની પાસે રોલ્સ રોયસ ફેંટમ, બેંટલે કોન્ટીનેંટલ ફ્લાઈંગ સુપર, મર્સિડીઝ GLS, પોર્શે કેયેન, રેંજ રોવર વોગ, મર્સિડીઝ Gl350 CDI, Honda CR-V જેવી અનેક લકજરી ગાડીઓ હાજર છે. તેના સિવાય તેમની પાસે યામાહા વી મેક્સ અને હાર્લી ડેવિડસન જેવી મોંઘી બાઈક્સ નું પણ કલેક્શન છે.

જણાવી દઈએ કે અક્ષય કુમાર નો જન્મ દિલ્લી ના ચાંદની ચોક માં 9 સપ્ટેમ્બર 1967 એ થયો હતો. ફિલ્મો માં આવવાથી પહેલા અક્ષય કુમાર નું નામ રાજીવ ભાટિયા હતું. અક્ષય એ અભિનેત્રી ટ્વિન્કલ ખન્ના થી 17 જાન્યુઆરી 2001 માં લગ્ન કર્યા છે. અક્ષય અને ટ્વિન્કલ ના બે બાળકો છે જેમનું નામ આરવ અને નીતારા ખન્ના છે.