એકતા કૌલ એ પતિ થી 5 મહિના સુધી છુપાવી હતી પ્રેગનેન્સી ની વાત, આ કારણે ત્રણ વખત કર્યો હતો ટેસ્ટ

એકતા કૌલ અને સુમિત વ્યાસ એ એકદમ અનોખી રીતે પેરેન્ટ બનવાની ગુડ ન્યુઝ શેયર કરી છે

લોકડાઉન ના વચ્ચે ટીવી ઇન્ડસ્ટ્રી તરફથી સતત ખુશીના સમાચાર આવી રહ્યા છે. ટીવી અભિનેત્રી એકતા કૌલ માતા બનવાની છે. એકતા પતિ સુમિત સાથે તેના પ્રેગનેન્સી ફેજ ને એન્જોય કરી રહી છે. લગ્ન પછી આ તેમનું પહેલું સંતાન છે. અભિનેતા સુમિતે થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર ફેંસને આ ખુશખબર આપી હતી કે તેમના ઘરે એક નવો મહેમાન આવી રહ્યો છે. એકતા અને સુમિત આતુરતાથી આ બાળકના આગમનની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, એકતાએ તેમની પ્રેગનેન્સી ના વિશે ઘણી આશ્ચર્યજનક વાતો જણાવી છે.

સુમિત ને જણાવવાથી પહેલા કર્યા હતા ત્રણ ટેસ્ટ

મેરે અંગનેમાં મુખ્ય ભૂમિકા ભજવીને દર્શકો ની ફેવરેટ બનનાર એકતાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ ના દરમિયાન પોતાની પ્રેગનેન્સી થી લગતી કેટલીક વાતો જણાવી હતી. એકતાએ કહ્યું કે જ્યારે તેમને પહેલી વખત ખબર પડી કે તે માતા બનશે, ત્યારે તેણી ને પોતાના પર જ ભરોસો ના થયો. પતિ સુમિતને આ સારા સમાચાર આપતા પહેલા તેમણે 3 વખત ટેસ્ટ કર્યા હતા. એકતા એ કહ્યું કે મેં ત્રણ વખત ટેસ્ટ કર્યા કારણ કે હું આ વાતની પૂરી રીતે કન્ફર્મ કરવા માંગતી હતી.

એકતાએ વધુમાં કહ્યું કે જ્યારે મને ખાતરી થઈ કે હું ખરેખર માતા બનવાની છું ત્યારે મેં સુમિતને આ સમાચાર આપ્યા હતા. એકતાએ આ વાત ઓછામાં ઓછુ 4-5 મહિના સુધી છુપાવી રાખી હતી. તે કહે છે કે તે જમ્મુ થી છે અને અહીંના લોકો પ્રેગનેન્સી ની વાત લાંબા સમય સુધી છુપાવવાનું પસંદ કરે છે. તેના ચાલતા તેમણે પણ લાંબા સમય સુધી આ વાત નો ઉલ્લેખ કોઈ થી ના કર્યો.

અચાનક થી પતિ ને આપી ખુશખબરી

એકતાએ કહ્યું કે હું સુમિત ના સાથે એક દિવસ બ્રેકફાસ્ટ કરી રહી હતી. તે જ સમયે અચાનક મારા મગજમાં વિચાર આવ્યો કે, હવે આ સારા સમાચાર સુમિતને જણાવવા જોઈએ. એકતાએ કહ્યું કે મેં સુમિતને પોતાની પ્રેગનન્સી વિશે કહ્યું કે તરત જ તેમની ખુશી થી ઝૂમી ઉઠ્યા. તેમણે બિલકુલ રાહ ના જોઈ અને આ ખુશીને સોશિયલ મીડિયા પર પોતાના ફેંસ સાથે શેયર કરી.

જણાવી દઇએ કે એકતા કૌલે સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેયર કરી છે, ત્યારથી ફેંસ સાથે ઘણી ટીવી હસ્તીઓ પણ તેમને બધાઈ આપી રહી છે. એકતા અને સુમિતને રશ્મિ દેસાઇ, રૂસલાન મુમતાઝ, કિશ્વર મર્ચંટ જેવા ઘણા સેલેબ્સ અત્યાર સુધી બધાઈ આપી ચુક્યા છે. તમને જણાવી દઇએ કે પ્રેગ્નન્સીના સમાચાર શેયર કર્યા પછી એકતાએ પોતાનો બેબી બમ્પ પણ ફ્લાંટ કર્યો હતો.

સુમિત અને એકતાએ બહુ જ અનોખી રીતે આ પ્રેગનન્સી ની ઘોષણા પણ કરી હતી. સુમિતે લખ્યું છે કે ઘરે સમય વિતાવવો બહુ બધી રીતે ફળદાયી થઈ શકે છે. મારા કિસ્સામાં, તે મારું જીવન જ બદલી રહ્યું છે. કૂલ જુનિયર પોતાના રસ્તા માં છે. ત્યાં એકતાએ લખ્યું કે ગર્વથી પોતાના નવા પ્રોજેક્ટની ઘોષણા કરી રહી છે. ટૂંક સમયમાં જુનિયર કૌલ વ્યાસ આવશે. તેના નિર્માતા, નિર્દેશક અને નિર્માતા અમે બન્ને છીએ. વર્કફ્રન્ટ ની વાત કરીએ તો એકતા મેરે અંગને સિરીયલમાં કામ કર્યું છે જ્યારે સુમિત ઘણી વેબ સિરીઝ અને ફિલ્મોમાં નજર આવી ચુક્યા છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.