આ માણસ ને સાચે જ મળી ગયો કરોડપતિ બનાવવા વાળો પત્થર…

સુવર ના પેટમાં પારસ..

ચીન માં રહેવા વાળા એક ગ્રામીણ બો ચુલોવ ને પારસ પત્થર મળ્યો છે. પરંતુ આ પત્થર વાર્તા માં આવે એવો પારસ પત્થર નથી.આ પત્થર તેઓને એક સુવર ના પેટના આંતરડા માંથી મળી આવ્ય છે.આ પત્થર ની દેશ અને વિદેશ માં ખુબજ મોટી માંગ છે.અત્યારે આ પત્થર ની કીમત લાખો કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે. 

પહેલા હતો તે અજાણ..

પહેલા તેને ખબર જ ન હતી કે આ પત્થર ની કિંમત શું હશે.પણ પાડોશીઓ ના કહેવાથી તેને આ પત્થર ની કીમત જાણવાનો પ્રયત્ન કર્યો.પછી એને ખ્યાલ આવ્યો કે આ પત્થર ની કીમત અત્યારે લાકો કરોડો રૂપિયા છે.આ પત્થર લગભગ ૪ ઇંચ લાંબો અને ૨.૭ ઇંચ પહોળો હતો.આ પત્થર ને તેઓ કચરો માનતા હતા તેની કીમત ૪ કરોડ રૂપિયા સાંભળી ને તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

ખુબજ કામ નો નીકળ્યો આ બેજોર ..

આ પત્થર નું નામ ‘બેજોર’ જાણવામાં આવ્યું છે.આ પત્થર પ્રાણીઓની અંદરથી મળે છે અને તે ખૂબ જ કાર્યક્ષમ છે.આ ઘણી પ્રકારની દવાઓ બનાવવામાં મદદરૂપ થાય છે. ઈ.સ.1600 માં પ્રથમ વાર જાણવામાં આવ્યું હતું કે આ પત્થર થી ઘણી બધી મોટા રોગો ની દવાઓ બની શકે છે.તે ઘણા પ્રકારના ઝેરને દૂર કરવા માટે ઇન્જેક્શન તરીકે પણ કામ માં આવે છે.હવે ના સમય માં એવું કહેવામાં આવે છે કે બો તે પત્થર ની હરાજી કરશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો.